અમદાવાદ-

અમદાવાદ કોર્પોરેશન ઘ્વારા આજે પાલડી ખાતે તમામ ઝોનલ ઓફિસર સાથે બેઠક યોજી હતી. જેમાં અમદાવાદના તમામ ઝોનના ડેપ્યુટી કમિશનર અને અધિકારીઓ હજાર રહયા હતા. આજે આગામી ચોમાસામાં કેવી રિતે પહોંચી વળવું તેના માટે આજે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આજે 24 મુદ્દાઓ તારવામાં આવ્યા છે અને તેના પર આજે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને તૌકતે વાવઝોડામાં જે રીતે પરિસ્થિતિ બગડી હતી. તેવી પરિસ્થિતિ ઉભીના થાય તે માટે આગોતરું આયોજન કરવા માટે આજે કોર્પોરેશનએ મહત્વની બેઠક યોજાઇ હતી.

આજે બેઠકમાં મહત્વનો મુદ્દો હતો કે શહેરમાં જે પણ જગ્યા એ પાણી ભરાય છે તેનો નિકાલ કેવી રીતે કરવો, સાથે સાથે હોર્ડિંગ અને વીજ થાંભલાની ચકાસણી, જર્જરિત મકાનો અને ધારાસાઈ થાય તેવા વૃક્ષોનું તાત્કાલિક નિકાલ કરવો, મકાન માલિકોને નોટિસ આપી અને તેની કામગીરી કરાવી, રસ્તે રખડતા ઢોર અને બહાર ફુટપાથ પર રહેતા લોકોને રેન બસેરામાં યોગ્ય વ્યવસ્થા કરાવી જેવા અનેક મુદ્દા પર આજે ચર્ચા કરવામાં આવી હતી. દર ચોમાસાની સીઝનમાં ભુવા પડવાની સમસ્યાઓ વધારે હોય છે. રોડ ધોવાઈ જવા જેવી પણ તકલીફો આવતી હોય છે. ત્યારે આ વરસાદની સીઝનમાં આવી તકલીફો જનતાને ના પડે તેના માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આજે પણ અમદાવાદમાં ખોદાણ ચાલુ છે. અને કામ અધૂરા છે તેમને તાકીદે પુરા કરી દેવા માટે પણ આજે ચર્ચા કરવામાં આવી હતી. ચોમાસામાં ખાસ કન્ટ્રોલ રૂમમાં થી કામ થતાં હોય છે. ત્યારે આ વર્ષે પણ કોર્પોરેશનનો કન્ટ્રોલ રૂમ તૈયાર કરી દેવમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે મળેલી બેઠકમા અલગ અલગ કામો માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પરંતુ કોર્પોરેશન એ કરેલી તમામ તૈયારીઓ વરસાદ પડતાં જ પાણીમાં જાય છે. અનેક જગ્યાઓ પર પણી ભરાવાની સમસ્યા હોય કે અન્ડર બ્રિજ બંધ કરવાની સમસ્યાઓ ઉભી જ રહેછે. અત્યારે કરેલી કોર્પોરેશનની તૈયારીઓની પોલ પહેલા વરસાદમાં જ ખુલી જવાની છે.