અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. મોડાસા શહેરમાં દિવસે થ્રિ-વ્હીલર ટ્રોલી મોટર સાયકલ લઈ ભંગાર વીણવા નીકળી રાત્રે ચોરીની ઘટનાને અંજામ આપતી કાલબેલિયા ગેંગના સાગરીતને કુમકુમ પાર્ટી પ્લોટ પાછળથી ચોરી કરેલા ફ્રિજ અને એસીના કોમ્પ્રેસર અને આઉટડોર એસી સાથે પ્રેમનાથ નાથુલાલ કાલબેલિયાને ઝડપી પાડી મોડાસા કોલેજ રોડ પર આવેલી લાલા કુલિંગ અને સાગર એસી, ફ્રીજ રીપેરીંગ નામની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. મોડાસા શહેરના કોલેજ રોડ પર આવેલ લાલા કુલિંગ અને ફ્રિજ, એસી રીપેરીંગ નામની દુકાન આગળ મુકેલા એસી અને ફ્રિજના કોમ્પ્રેસર અને એસી આઉટડોર ની ચોરીની ઘટના બનતા આ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે ટાઉન પોલીસે સીસીટીવી કેમેરા અને બાતમીદારોને સક્રિય કરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં દિવસ દરમિયાન મોડાસા શહેરમાં થ્રિ-વ્હીલર ટ્રોલી, મોટર સાયકલ લઈ ભંગાર વીણવા નીકળતી કાલબેલિયા ગેંગની સંડોવણી બહાર આવતા પોલીસે શહેરમાં ભંગાર વીણવા નીકળતી ગેંગનું પગેરું દબાવ્યું હતું.મોડાસા શહેરના મેઘરજ રોડ પર આ ગેંગે પડાવ નાખ્યો હોવાની બાતમી મળતા મેઘરજ રોડ પર આવેલ કુમકુમ પાર્ટી પ્લોટ પાછળથી કાલબેલિયા ગેંગના પ્રેમનાથ નાથુલાલ કાલબેલિયા ઝડપી પાડી ચોરી કરેલા એસી, ફ્રિજના કોમ્પ્રેસર અને એસીનું આઉટડોર મળી રૂ.૨૯૦૦૦ અને થ્રિ-વ્હીલર ટ્રોલી મોટર સાયકલ મળી કુલ રૂ.૭૯૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી