વલસાડ : વલસાડ જિલ્લાની અતુલ કંપનીમાંથી લઇ ટ્રક દ્વારા ઓલીયમ ગેસ ભરેલા ટેન્‍કરને લઇ જતી વખતે તેના વાલ્‍વમાંથી ગેસ લીકેજની ઘટના સર્જાઇ હતી. લીકેજની જાણ થતાં અતુલ કંપની દ્વારા પગલાં લઇ ઇમરજન્‍સી જાહેર કરી ઘટના સ્‍થળ તરફ જતા રસ્‍તાઓ ઉપર અવર-જવર બંધ કરવા ગેસની અસર ઓછી કરવા માટે પાણીના ફુવારા શરૂ કરાયા હતા. આ ઘટનામાં બે લોકોને ગેસની વધુ અસર થવા પામી હતી. જનજાગૃતિના ભાગરૂપે ગામના સરપંચને ટેલીફોનીક જાણકારી આપતાં મોકડ્રીલ હોવાની જાણ થતાં લોકોએ રાહતનો દમ લીધો હતો. કોઇ ટેન્‍કરમાંથી ગળતરની ઘટના બને ત્‍યારે સર્જાતી ડિઝાસ્‍ટરની સ્‍થિતિને કેવી રીતે પહોંચી શકાય તે માટેનું આબેહૂબ મોકડ્રીલ કરવામાં આવ્‍યું હતું. ઓલીયમ લીકેજનો આબેહૂબ સિનારીયો ઊભો કરવામાં આવ્‍યો હતો.