વડોદરા, તા.૭ 

રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ કોરોનાની સારવાર આપતી હોસ્પિટલોમાં આગના બનાવો બને છે જેના પગલે સતર્ક બનેલ હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા અવારનવાર ફાયર સેફટીને લઈને મોકડ્રીલ યોજવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં ફાયર સેફટીને લઈને બપોરના સમયે ફાયરની મોકડ્રીલ યોજાઈ હતી. આ મોકડ્રીલનો ઉદ્દેશ કોવિડ સેન્ટરમાં ફરજ બજાવતા તબીબી સ્ટાફ સહિત નર્સ્િંાગ સ્ટાફ, કર્મચારી સ્ટાફ અને સિકયુરિટી સ્ટાફની સતર્કતા, સાવચેતી અને બચાવ પદ્ધતિ તેમજ સંકટ સમયે કેવા પ્રકારની કામગીરી કરી ફસાયેલા દર્દીઓને બચાવવા તે જાેવાનો છે. આજે યોજાયેલી ફાયર સેફટીની મોકડ્રીલમાં તાજેતરમાં એમ.જી.મોટર્સ દ્વારા દર્દીઓની સેવામાં આપવામાં આવેલ અત્યાધુનિક એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કોરોના સંક્રમિત વધુ એક સ્પેશિયલ બ્રાન્ચના પોલીસ કર્મચારીનું સારવાર દરમિયાન મોત

ગોકળ ગાયની ગતિએ વધી રહેલા કોરોના સંક્રમણના કેસો સાથે દર્દીઓનો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તેવા સમયે વડોદરા શહેરના પોલીસતંત્રના સ્પેશિયલ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી કમલેશ નાગર કોરોના સંક્રમિત બન્યા હતા. તેમને કોરોનાની સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. કમલેશ નાગરના મોતના સમાચારથી પોલીસબેડામાં ચકચાર સાથે શોકની લાગણી વ્યાપી ગઈ હતી. તેમના પરિવારને જાણ કર્યા બાદ કોરોનાની ગાઈડલાઈન મુજબ તેમની અંતિમવિધિ ખાસવાડી સ્મશાન ખાતે કરવામાં આવી હતી.