રાજકોટ, રાજકોટના સંતકબીર રોડ પર રવિવારે રખડતી ગાયનાં હુમલામાં પ્રજાપતિ પરિવારની મહિલા નીલમબેન અને તેની ૨ વર્ષની પુત્રી આંશી ઘાયલ થયા હતા. જેમાં આંશીને માથામાં ૧૦ ટાંકા આવ્યા હતા. ઘટનાની જાણ થતા આંશીના પિતા સંદિપભાઈ કામ પરથી હોસ્પિટલ દોડી આવ્યા હતા. દીકરીના માથામાં ૧૦ ટાકા જાેઈ પિતા ચક્કર ખાઈને પડી જતા બેભાન થઈ ગયા હતા. સંદિપભાઇએ જણાવ્યું હતું કે, રખડતા ઢોર મામલે કોઈ અમારી ફરિયાદ સાંભળતું નથી.આ પરિવારમાં આગામી ૧૮ ફેબ્રુઆરીએ નીલમબેનનાં નણંદ ઈશિયાબેનનાં લગ્ન યોજાનાર છે. ત્યારે એકતરફ લગ્નની તૈયારીઓ અને બીજીતરફ પત્ની અને પુત્રી ઘાયલ થતા પતિ સંદીપભાઈ પ્રજાપતિ મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. કડિયાકામથી ઘરનું ગુજરાન ચલાવતા સંદીપભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, જલ્દી બંને સ્વસ્થ થાય એ ભગવાનને પ્રાર્થના છે. બાકી મનપા તો કોઈની ફરિયાદ સાંભળતુ નથી. એટલે ક્યાંય રજૂઆત કરવાનો કોઈ મતલબ નથી. અગાઉ પણ અમારા વિસ્તારમાં રખડતા ઢોરનાં ત્રાસ અંગે અનેક રજૂઆતો થઈ ચૂકી છે. પણ ક્યારેય કોઈ પગલાં લેવાયા નથી.બીજીતરફ આ ઘટના સમયે સાથે રહેનાર અને ભોગ બનનાર માતા-પુત્રીને સમયસર હોસ્પિટલ પહોંચાડનાર પૂજાબેને જણાવ્યું હતું કે, સાસુ-વહુ બાળકીને સાથે લઈ ખરીદી માટે ગયા હતા. તેઓ પરત આવતા હતા ત્યારે સામેથી આવી રહેલી ગાયે અચાનક હુમલો કર્યો હતો. જેમાં માતા-પુત્રી બંને પડી ગયા હતા. જેમાં માતા કરતા વધુ બાળકીને ઇજા થઇ હતી. જેને લઈને બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાળકીને માથામાં ૧૦ ટાંકા લેવા પડ્યા હતા. કામ પરથી દોડી આવેલા સંદીપભાઈ પણ પત્ની અને પુત્રીની હાલત જાેઈ ચક્કર ખાઈને પડી ગયા હતા.રાજકોટના સંતકબીર રોડ પર રવિવારે રખડતી ગાયનાં હુમલામાં પ્રજાપતિ પરિવારની મહિલા નીલમબેન અને તેની ૨ વર્ષની પુત્રી આંશી ઘાયલ થયા હતા.