અમદાવાદ-

અમદાવાદના કાંકરિયાના ડાહ્યાભાઈ પાર્ક સોસાયટીમાં એક પરિવાર રહે છે, જેમાં એક માતા અને સાત વર્ષના દીકરાને લંડન જવાનુ હતું. તેથી ૫ સપ્ટેમ્બરના રોજ દીકરાનો આરસીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો, જાે કે ત્યારબાદ આ બાળકનો બીજીવાર ટેસ્ટ કરાયો હતો, જે નેગેટિવ આવ્યો હતો. બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલની આરોગ્ય વિભાગની ટીમને બાળકનો રિપોર્ટ પોઝિટિવ હોવાની માહિતી ૬ સપ્ટેમ્બરે મળી હતી, ત્યારે આ મામલે તંત્ર તેઓના સતત વોચમાં હતા. ત્યારબાદ બીજા દિવસે છસ્ઝ્રની આરોગ્ય વિભાગની ટીમ બાળકના ઘરે પહોંચી તે પહેલા માતા-બાળકને લઈ એરપોર્ટ માટે રવાના થઈ ગયા હતા. જેથી આરોગ્ય વિભાગની ટીમે એરપોર્ટ પર જ બંનેને ઝડપી પાડ્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ હવે અનુમાન લગાવી શકાય છે કે, વિદેશ જવાની લ્યાહમાં લોકો ક્યાં સુધી જઈ શકે છે અને બીજી તરફ સદનસીબ એ છે કે, માતા પોતાના બાળક માટે કઈ કારસ્તાન કરે એ પહેલા જ પકડાઈ ગઈ, બાકી જાે તેઓ ચકમો આપીને પ્લેનમાં મુસાફર થઇ ગયા હોત તો કયા પ્રકારે અન્ય લોકો માટે અતિજાેખમી સાબિત થઈ શક્યો હોત.દેશભરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે અને હજી પણ આં વાયરસના કેસો પર પૂર્ણવિરામ મુકાયું નથી, ત્યારે આ ઘાતક વાયરસ અંગે લોકોને તમામ માહિતી હોવા છતાં પણ તેઓ સજાગ રહેવાને બદલે એવા વિદેશ ભાગવાની લ્યાહમાં એવા કારસ્તાન કરતા હોય છે કે, તે જાણીને તમે પણ અચરજમાં પડી જશો. આ જ પ્રકારે પોતાના અને બીજા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો એક કિસ્સો અમદાવાદ એરપોર્ટ પરથી સામે આવ્યો છે, જ્યાં વિદેશ જવા માટે એક માતા બાળકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવા છતા તેને લઈને એરપોર્ટ પહોંચી હતી અને આખરે તેમની પોલ ખૂલી હતી.