રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે.નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રોજના ૨૦ થી ૨૨ કોરોનાના કેસો આવી રહ્યા છે, આ તો સરકારી આંકડાઓ છે વાસ્તવિક હકીકત કઈક અલગ જ હોવાની વાતો ચર્ચાઈ રહી છે.જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૨૩૯૬ પર પહોંચી છે.આ તમામની વચ્ચે નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલનો રેપીડ એન્ટીજન ટેસ્ટનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ આગામી ૧૭ એપ્રિલ સુધી હોમ કોરોન્ટાઈન રહેશે, એમણે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે ભાજપ સ્થાપના દિન કાર્યક્રમમાં જે પણ કાર્યકર મારા સંપર્કમાં આવ્યો હોય એ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે.નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના મેનેજીંગ ડિરેક્ટર અને કોવિડ-૧૯ માટે નર્મદા જિલ્લાની વિશેષ જવાબદારી સંભાળી રહેલા એસ.જે.હૈદર દોડી આવ્યા હતા.એમણે નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહ સહિત આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી.રાજપીપળાની કોવિડ-૧૯ હોસ્પિટલની હાલની ૧૦૦ બેડની ક્ષમતા ઉપરાંત આયુર્વેદિક ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ ખાતેના કોવિડ કેર સેન્ટરની ૨૦૦ બેડની ક્ષમતા ઉપરાંત જિલ્લાના તાલુકા મથકોએ કોવિડ કેર સેન્ટર ઉભા કરીને ૪૫૬ વધુ બેડની ક્ષમતા સાથે કુલ-૬૫૬ બેડની ક્ષમતા થાય.અને ખાનગી બે-ત્રણ તબીબો સાથે એમઓયુ કરીને પ્રમથ ફેઝમાં ૭૫૦ ની બેડ ક્ષમતા વધારવા અને જરૂર પડ્યે બીજા ફેઝમાં પણ વધુ ૨૫૦ બેડની ક્ષમતા વધારીને જિલ્લામાં આશરે ૧૦૦૦ બેડની સુવિધા ક્ષમતા સાથેની કાર્યયોજના ઘડી કાઢવામા આવશે.

નર્મદામાં કોરોનાની સ્થિતિ ગંભીર, કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનના રોજના ૩૦ સિલિન્ડરોનો વપરાશ

નર્મદા જિલ્લામાં કોરોનાની ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે.હાલની વાત જાે કરીએ તો એવરેજ કોરોનાના રોજના ૩૦ કેસો સામે આવી રહ્યા છે.રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં જેટલા દર્દીઓને રજા અપાય છે એના કરતાં વધુ દર્દીઓ સારવાર માટે દાખલ થઈ રહ્યા છે.રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનના રોજના ૩૦ સિલિન્ડરોનો વપરાશ થઈ રહ્યો છે જે જિલ્લામાં કોરોનાની ગંભીર સ્થિતિ હોવાનું દર્શાવી રહ્યું છે. આ તો ફક્ત ઓક્સિજન સિલિન્ડર વપરાશનો સરકારી આંકડો છે, પણ રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ઘણા ખાનગી તબીબો પણ કોરોનાની સારવાર કરી રહ્યા છે એમને ત્યાં તો આનાથી વધુ ઓક્સિજન સિલિન્ડરોનો વપરાશ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.ગુજરાતના રેમડેસીવીર ઇન્જેક્શની અછત સર્જાઈ રહી હોવાની ચર્ચાઓ વચ્ચે રાજપીપળા કોવિડ હોસ્પિટલના ઈન્ચાર્જ ડો.જ્યોતિ ગુપ્તાએ જણાવ્યું હતું