અમદાવાદ,તા.૨૧  

ગુજરાત એટીએસ દ્વારા ૧૦૫ હથિયાર સાથે ૨૩થી વધુ આરોપીઓેની ધરપકડ મુદ્દે વધુ ખુલાસા સામે આવ્યા છે. નેપાળથી આ સમગ્ર કારોબાર ચાલી રહયો હતો. રાજસ્થાન અને પંજાબની લાઈન પણ સામે આવી છે. ગુજરાત એટીએસએ હથિયાર સાથે પકડી પાડેલ આરોપીઓની તપાસમાં અલગ અલગ ખુલાસાઓ સામે આવ્યા છે. આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર હથિયારો નેપાળથી આવતા હોવાનું બહાર આવ્યું છે. નેપાળનો એક વ્યક્તિ જે બોર્ડર ક્રોસ કરીને ભારતમાં આવતો હતો અને રાજસ્થાનના બિકાનેર સુધી આ હથિયાર લઈ આવતો હતો. આરોપી પંજાબમાં પણ હથિયારો આપી ચૂકયા હોવાનું પણ સામે આવ્યું છે. એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દિગ્વિજય સિંહ જે હળવદનો છે તે આરોપી રાજસ્થાન જઈ આ હથિયાર લઈને આવતો હતો અને ત્યારબાદ તે ગુપ્તા ગન હાઉસને આપતો હતો. ગુપ્તા ગન હાઉસ ત્યારબાદ અલગ-અલગ લોકોને હથિયાર વેચી દેતો હોવાનું સામે આવ્યું છે. હાલ એટીએસ નેપાળનાં વોન્ટેડ આરોપી અને રાજસ્થાન,પંજાબ સુધી તપાસ શરૂ કરી છે. એટીએસ હવે નેપાળના એ વ્યક્તિ સુધી જવા પ્રયાસ કરી રહી છે જેથી તપાસમાં અન્ય મોટા ખુલાસાઓ થઈ શકે અને અન્ય નામો સામે આવી શકે છે.