વડોદરા, તા.૧૭

રખડતા ઢોરોની સમસ્યા ત્રાસ દાયક બની છે. ત્યારે આ સમસ્યાના ઉકેલ માટે રાજ્ય સરકારે બડોદરા કોર્પોરેશનમાં આવ્યું છે. આજે વધુ ૨૧ ઢોરવાડોના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા નોટીસ કર્મચારી દક્ષિણ વિસ્તારમાં બે ઢોરવાડ તોડી પાડ્યા હતા. ઉપરાંત એક ખાળકૂવો અને એક પાણી ડ્રેનેજનું કનેક્શન કાપી નાંખીવામાં આવ્યા હતા.

શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા સૂચના અપાતા મ્યુનિસિપલના તંત્ર સક્રિય થતા સોમવારે ચારે ઝોનમાં ૪૦૬ ઢોરવાડને વોર્ન્િંાગ આપી હતી અને ઢોરવાડના પાણી ડ્રેનેજના ૬ જાેડાણ કાપી નાંખ્યા હતા. આજે પણ પાલિકાની ઢોરપાર્ટી દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી સાથે ઝોનમાં અધિકારીઓ સહિતની ટીમોએ પણ સવારથી કામગીરી કરી હતી. જેમાં પશ્ચિમ ઝોનમાં વધુ ૪ ગેરકાદેસર ઢોરવાડાના પાણી ડ્રેનેજના કનેક્શનો કાપી નાંખવા વોર્ન્િંાગ આપવામાં આવી હતી. જ્યારે દક્ષિણ ઝોનમાં દંતેશ્વર ભાથુજી નગર ખાતે ગૌપાલક દ્વારા કરવામાં આવેલ રોડનું વધારાનું બાંધકામ અને ખાળકૂવો તોડી પાડ્યો હતો. ઉપરાંત મકરપુરા એરફોર્સ પાસે પણ એક ગેરકાયદે ઢોરવાડો તોડી પાડ્યો હતો. જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામોવાળા ૨૧ પશુવાડાઓને નોટીસ આપવામાં આવી હતી.

ઉપરાંત હોટસ્પોટ પરથી પાંચ ગાયના ટેગીંગ નંબરના અધારે પશુ માલિકોને ચેતવણી આપવામાં આવી હતી. પાલિકા તંત્ર દ્વારા આજે વધુ ૧૧ પશુઓનું ટેગીંગ કરીને ૧૭ પશુઓને ગૌશાળામાં મોકલી આપી હતી. આમ પાલિકા દ્વારા સતત બીજા દિવસે રખડતા પશુઓ છોડનારા ગૌપાલકો સામે સઘન કાર્યવાહી ચાલું રાખી હતી.

૭ આખલા સહિત ૩૮ રખડતા પશુ પકડાયા

પાલિકાની વિવિધ ટીમો દ્વારા સોમવારથી રખડતી ગાયો સહિતના પશુઓ પકડવા માટે રાઉન્ડ ધી ક્લોક કામગીરી શરૂ કરી છે. સીસીટીવીના આધારે પણ તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે સોમવારે અન મંગળવાર એમ બે દિવસમાં પાલિકાની ટીમ દ્વારા ૭ આખલા સહિત ૩૮ રખડતા પશુઓને પકડીને ઢોર ડબ્બામાં પૂર્યા હતા.