અમદાવાદ-

શહેરના આંબલી ગામમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં એક યુવક રાજસ્થાન જિલ્લાના એસઓજીના કહેવાથી રાજસ્થાનના શિક્ષણમંત્રી ગોવિંદસિંગના ઓફિસર ઑન સ્પેશિયલ ડ્યૂટી તરીકેની ઓળખ આપી પેપર લીક કેસની તપાસ કરવા આવ્યો હતો. પ્રેસના વહીવટી કર્મચારીએ યુવક પાસે આઈડી માંગતા તે ભાગ્યો હતો. જેનો પીછો કરી પ્રેસના કર્મચારીઓએ યુવકને ઝડપી લીધો હતો. યુવકની પૂછપરછમાં ખોટી ઓળખ આપી આવ્યો હોવાનું બહાર આવતા સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરના સેટેલાઈટમાં વૈભવ ટાવર ખાતે રહેતા ગૌરવભાઈ ત્રિવેદી આંબલી ગામમાં પ્રજાપતિવાસમાં આવેલા સૂર્યા ઓફસેટ પ્રેસમાં વહીવટી અધિકારી તરીકે છેલ્લા ૧૮ વર્ષથી નોકરી કરે છે. મંગળવારે ગૌરવભાઈને એમ.એમ.શર્મા નામના વ્યક્તિએ ફોન કરી રાજસ્થાન સરકારનું પ્રિન્ટિંગ કામ હોવાથી તમને મળવું છે તેમ જણાવ્યું હતું. આથી ગૌરવભાઈએ ફોન કરીને આવજાે તેવો જવાબ આપ્યો હતો. બીજા દિવસે શર્માએ વૉટ્‌સએપ મેસેજ કરી સવાલ કર્યો તમે હૉટલ પર મળવા આવશો તો ગૌરવભાઈએ ના પાડી હતી. બાદમાં ગુરુવારે સવારે શર્માએ ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો અને બાદમાં વૉટ્‌સએપ કોલ કર્યો હતો. જાેકે, વાત થઈ ન હતી. આથી ગૌરવભાઈએ સામેથી કૉલ કર્યો હતો. બપોરે શર્મા ગૌરવભાઈની ઑફિસ પહોંચ્યો હતો અને પોતાની ઓળખ રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદસિંગના ઓફિસર ઑન સ્પેશિયલ ડ્યુટી તરીકે આપી હતું. શખ્સે પોતે રાજસ્થાન એસઓજી જયપુરના કહેવાથી આવ્યાનું જણાવ્યું હતું. ઉપરાંત શખ્સે કહ્યું હતું કે, રાજસ્થાન જયપુરમાં કોચિંગ કલાસ ચલાવતા બલવીર પાસેથી જાણવા મળ્યું કે, તમારા ત્યાંથી પેપરલીક થાય છે, તેની તપાસ કરવાની છે. ગૌરવભાઈએ શર્મા પાસે તેનું આઈડી માગ્યું હતું. સાથે જણાવ્યું હતું કે, આઈડી પ્રૂફ આપો તો જ માહિતી આપીશું. ગૌરવભાઈની આત બાદ શર્મા ઊભો થઈને ચાલવા લાગ્યો હતો. ગૌરવભાઈએ શંકા જતા તેને ઊભા રહેવા જણાવ્યું હતું પરંતુ શર્મા ભાગી ગયો હતો. જે બાદમાં ઑફિસના માણસો અને સ્થાનિક લોકોએ તેણે ઝડપી લીધો હતો. શર્માનું કાર્ડ જાેતા તેનું નામ મુકેશ મહેશ શર્મા હતું.