દીવ-

દીવના ગાંધીપડા પેટ્રોલ પંપ પર આગની ઘટના સામે આવી છે. બાઈકમાં પેટ્રોલ પૂરતી વખતે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ લાગતા જ પેટ્રોલ પૂરતો યુવાન નળી મૂકીને ભગાવા લાગે છે. તેમજ બાઈકસવાર પણ પોતાનું બાઈક મૂકીને ભાગવા લાગે છે. બાદમાં પેટ્રોલ પંપના કર્મચારીઓએ ફાયર સેફ્ટીના સાધનો વડે આગ પર ફોમનો મારો ચલાવી આગને કાબૂમાં લેતા સીસીટીવીમાં નજરે પડે છે. આગ ભયાનક હોવાથી આખુ બાઈક આગને લપેટમાં આવી જાય છે. જાે કે, આ ઘટનામાં જાનહાનિ ન સર્જાતા પેટ્રોલ પંપના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આગને કારણે આજુબાજુમાંથી લોકો પણ દોડી આવે છે. આગ કયાં કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી.