વડોદરા

શહેરના કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસે પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થયેલ કબૂતરને રેસ્કયૂ કરીને જીએસપીસીએ સંસ્થાના કાર્યકરોએ વન વિભાગને સુપરત કર્યું હતું. વન વિભાગે ઈજાગ્રસ્ત થયેલ કબૂતરની સારવાર હાથ ધરી છે.

ઉત્તરાયણ પર્વને ૧૧ મહિના થઈ ગયા છે જ્યારે ૨૦૨૧ની ઉત્તરાયણને હજુ દોઢ મહિનાનો સમય બાકી છે પરંતુ ઝાડ પર લટકતા દોરાથી હજુ પણ પશુ-પક્ષીઓ ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. આજે જીએસપીસીએ સંસ્થાના રાજ ભાવસારને કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસે ઈજાગ્રસ્ત હાલતમાં કબૂતર પડયું હોવાનો કોલ મળતાં સંસ્થાના કાર્યકર રિનવ કદમ તરત જ દોડી ગયા હતા અને પતંગના દોરાથી પાંખ કપાયેલ હાલતમાં પડેલા કબૂતરને જાેઈને ચોંકી ગયા હતા. ઈજાગ્રસ્ત કબૂતરને વન વિભાગને સોંપતાં વન વિભાગે સારવાર હાથ ધરી છે.