અમદાવાદ-

રાજકોટ ખાતે શુક્રવારે બપોરે દિલ્હીથી ખાસ બિઝનેસ બોઈંગ દ્વારા રાજકોટ આવી પહોંચેલા રાષ્ટ્રપતિ પરિવારના કાફલાને દિવ લઈ જવા માટે પાંચ હેલીકોપ્ટર તૈનાત રાખવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિના કાફલામાં તેમજ તેમના માટે ફરજમાં મુકાયેલા 100થી વધારે સ્થાનિક સરકારી કર્મચારીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટ દરમ્યાન રાષ્ટ્રપતિના પાંચ હેલીકોપ્ટરના પાંચ પાઈલોટો અને કો પાયલોટોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકીના એક હેલીકોપ્ટરના મુખ્ય પાયલોટનો કોરોના રિપોર્ટ આરટીપીસીઆર ટેસ્ટમાં પોઝીટીવ આવતા એરપોર્ટ ઓથોરીટી અને રાષ્ટ્રપતિના સલામતી કાફલાના ટોચના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા.

દરમ્યાન રાષ્ટ્રપતિના પાંચ હેલીકોપ્ટર પૈકીના એક ચોપરના મુખ્ય પાઈલોટનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેમની સાથે આવેલા અન્ય ચાર અને મુખ્ય પાઈલોટને તત્કાળ દિલ્હી પરત ફરી જવા સૂચના આપી તેમને આઈસોલેટ કરી દેવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિના કાફલામાં આવેલા અન્ય રિઝર્વ પાઈલોટને તત્કાળ આ પાંચ પૈકીના એક હેલીકોપ્ટરનો હવાલો કરી દેવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિના હેલીકોપ્ટર કાફલાના એક પાઈલોટને કોરોના પોઝીટીવ આવતા એરપોર્ટ ઓથોરીટી અને રાષ્ટ્રપતિના સલામતી અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.