વડોદરા, તા.૧૧

વીવાયઓ દ્વારા યુવા વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી જળસંરક્ષણ અભિયાનનો પ્રારંભ ડિસેમ્બર મહિનાથી કરવામાં આવ્યો છે જે અંતર્ગત અકોટા પુરુષોત્તમનગર ખાતે જળસંરક્ષણ જાગૃતિ માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અભિયાનમાં ૩૫૦૦૦ ઘરોમાં જળસંરક્ષણ માટેની જાગૃતિ લાવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ધારાસભ્ય અને પૂર્વ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂ. વ્રજરાજકુમારજીએ જણાવ્યું હતું કે, જળસંરક્ષણ કરવું એ પ્રત્યેક માનવીનું કર્તવ્ય છે. વીવાયઓ ભારતની પહેલી એનજીઓ છે કે ઘર-ઘરમાં જળસંરક્ષણ કરવાનું અભિયાન હાથ ધર્યું છે. વધુમાં જણાવ્યું કે માતા-પિતા બાળકોને સંપત્તિ અને સંસ્કાર તો આજે પ છે, પણ સાથે સાથે જળની સંપત્તિ પણ આપે. આજના સમયમાં જે રીતે જળનો બગાડ થઈ રહ્યો છે ત્યારે જળસંરક્ષણ ભાવિ પેઢી માટે કરવું એ આવશ્યક થઈ ગયું છે.