અંક્લેશ્વર : અંકલેશ્વર શહેર નાં સુરતી ભાગોળ ગુજરાત હાઉસીંગ બોર્ડ માંથી ભરૂચ એસઓજી પોલીસ અને શહેર પોલીસે કરેલ સંયુક્ત રેડ માં ૨ કિલો ઉપરાંત નાં ગાંજા નાં જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. 

 પોલીસ સુત્રિય માહિતી મુજબ ભરૂચ એસઓજી પોલીસ ને અંકલેશ્વર શહેર નાં સુરતી ભાગોળ ગુજરાત હાઉસીંગ બોર્ડ માં રહેતો સલીમ સાદીક પટેલ ગાંજા નું વેચાણ કરી રહ્યો હોવાની બાતમી નાં આધારે અંકલેશ્વર શહેર પોલીસ સાથે સંયુક્ત રેડ કરી હતી.

પોલીસની આ રેડ માં સલીમ સાદિક પટેલ પાસેથી ૨ કિલો અને ૧૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે સલીમ સાદિક પટેલની ધરપકડ કરી રૂપિયા ૧૨,૬૦૦ ની કિંમત નો ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો, અને એસઓજી પોલીસે તેના વિરુદ્ધ શહેર પોલીસ મથક માં ફરિયાદ દર્જ કરાવી હતી. આ ઘટના અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.