છોટાઉદેપુર

લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારના બાડવાવ ગામેથી કિ.રૂ.૩૦,૦૦૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.

એમ.એસ.ભરાડા ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ. જે અન્વયે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરા-ફેરી બંધ થાય તે મુજબ કાર્યવાહી કરવા સમજ કરેલ જે અનુંસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાડવાવ ગામેથી એક કાળા કલરની હિરો પેશન-પ્રો રજીસ્ટ્રેશન નંબર વગરની મોટરસાયકલ ઉપર લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નં.૯૬ કિ.રૂ.૩૦,૦૦૦/- તેમજ પેશન-પ્રો રજીસ્ટ્રેશન નંબર વગરની મોટરસાયકલ કિ.રૂ.૨૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.