મુંબઈ-

શહેરના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સામે મરિન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં ખંડણીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. એક વ્યવસાયીએ આ કેસ દાખલ કરાવ્યો છે. FIRમાં કુલ 8 લોકોના નામ છે, જેમાં 6 પોલીસકર્મી પણ શામેલ છે. આ મામલામાં અત્યાર સુધી 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરમબીર સિંહ તે સમયે ચર્ચામાં આવ્યા હતા. જ્યારે તેમને પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર વસૂલીનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ દેશમુખે રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારે સિંહે આરોપ લગાવ્યો હતો કે, ફેબ્રુઆરીના મધ્યમાં પ્રધાન દેશમુખ અને વાઝે વચ્ચે બેઠક થઈ હતી, જેમાં વાઝેને જણાવવામાં આવ્યું હતું કે, તેને દર મહિને 100 કરોડ રૂપિયા એકઠાં કરવાનો લક્ષ્ય આપવામાં આવ્યો હતો. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સામે પોલીસે ખંડણીનો મામલો નોંધાવ્યો છે. આ સાથે જ 6 પોલીસકર્મીઓ સહિત 8 લોકો પર પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.