અમદાવાદ, દુનિયાના ૩૦ અલગ અલગ શહેરોમાં જાેવા મળ્યા બાદ હવે મોનોલિથ ભારતમાં પણ આવી ચુક્યું છે. આ સ્ટ્રક્ચર અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા સિમ્ફની પાર્ક માં લાગ્યું છે. મોનોલિથ એક સ્ટીલ સ્ટ્રક્ચર છે. તેની ઊંચાઈ ૬ ફૂટથી વધારે છે. જાે કે આને જમીનમાં ખૂંપ્યાનું કોઈ નિશાન જાેવા મળી રહ્યું નથી. રસપ્રદ વાત એ છે કે અહીં કામ કરતા માળીને આ વિશે કંઈ જ માહિતી નથી. માળી આસારામ જણાવે છે કે તેઓ એક વર્ષથી અહીં કામ કરી રહ્યા છે. આસારામનું કહેવું છે કે જ્યારે તેઓ અહીંથી સાંજે પોતાના ઘરે ગયા ત્યારે પાર્કમાં આ સ્ટ્રક્ચર નહોતુ. સવારે પાછા ડ્યૂટી પર આવ્યા તો આ સ્ટીલનું સ્ટ્રક્ટર અહીં જાેવા મળ્યું. ત્યારબાદ તેમણે ગાર્ડન મેનેજરને આની જાણકારી આપી. અત્યાર સુધી એ જાણી નથી શકાયું કે આ મોનોલિથ ક્યાંથી આવ્યું. ત્રિકોણ સ્ટીલના સ્ટ્રક્ચર ઉપર કેટલાક નંબર પણ લખવામાં આવ્યા છે. પાર્કમાં આવનારા લોકો આને ઘણી જ ઉત્સુકતાથી જાેઇ રહ્યા છે. આ સાથે જ તસવીરો પણ ક્લિક કરાવી રહ્યા છે. આ સ્ટીલના મોનોલિથના એકદમ ઉપર એક સિમ્બોલ પણ બન્યું હતુ. મોનોલિથને લઇને અનેક લોકો આને મિસ્ટ્રી સ્ટોનના નામે પણ ઓળખે છે. અત્યાર સુધી આ વિશ્વના લગભગ ૩૦ દેશોમાં જાેવા મળ્યું છે.