વડોદરા

વાડી પોલીસ ગઈકાલે નીતિન દેવરેને સાથે રાખી સેલવાસ પહોંચી હતી, જ્યાંથી દારૂનો સપ્લાયર આકર્ષ રાજાવતને વોટ્‌સએપ કોલ કરી બોલાવ્યા બાદ ઝડપી લીધો હતો. પ્રારંભિક તપાસમાં આકર્ષ પોતે અગાઉ આર્મીની એક રિઝર્વ બટાલિયનમાં ફરજ બજાવી ચૂકયો હોવાનું બહાર આવ્યું છે. વાડી પોલીસે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે અને આકર્ષના કોલ ડિટેઈલ પણ મેળવાશે. બૂટલેગરોમાં ચાલતી ચર્ચા પ્રમાણે લૉકડાઉન બાદ અનેક વ્હાઈટ કોલર જાેબના લોકો વિદેશી દારૂનો ધંધો કરી મોટી કમાણી કરવા લાગ્યા છે. નીતિન દેવરે પોતે એક જાણીતી ફાર્માસ્યુટિકલ કંપનીમાં એમ.આર. હોવાથી શહેરના જાણીતા તબીબો સાથેના સંપર્કના કારણે તેના ગ્રાહકો બન્યા હોવાનું કહેવાય છે. પોલીસ એ દિશામાં તપાસ કરી નીતિન દેવરેના કોલની વિગતો મેળવે તો અનેક તબીબોના નામ બહાર આવી શકે એમ છે. બીજી તરફ આકર્ષ પાસેથી સેલવાસ જઈ શહેરના નવાપુરાનો સુનીલ, નવરંગ ટોકીઝ પાછળનો નીલ, શિયાબાગનો જયુ પટેલ, રોહિત પટેલ, માંજલપુરની મહિલા સરોજ યોગેશ અને રાજુ સહિત અન્ય બૂટલેગરો નિયમિત રીતે ઊંચી બ્રાન્ડનો વિદેશી દારૂ નિયમિત મેળવી વેચતા હોવાનું કહેવાય છે.

પીઆઈએ જમાઇ સાથે લાંબા સમયથી સબંધ તોડી નાખ્યો છે

પોલીસબેડામાં ચાલતી ચર્ચા મુજબ પાણીગેટ સેકન્ડ પીઆઈ રાઠવાની દીકભરીએ મરાઠી યુવક સાથે પ્રેમલગ્ન કરી લેતાં સંબંધોનો અંત આવ્યો હતો. લાંબા સમયથી શહેરમાં બિનવિવાદાસ્પદ નોકરી કરનાર પીઆઈ રાઠવાએ પ્રેમલગ્ન નહીં કરવા દીકરીને સમજાવી હોવા છતાં મરજીવિરુદ્ધ લગ્ન કર્યા હતા. પીઆઈ રાઠવાએ જ આક્ષેપ ન થાય એ માટે સામે ચાલીને દારૂના મામલાની તપાસ પાણીગેટને બદલે વાડી પોલીસને સોંપવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ માગ કરી હતી.