ઇસ્લામાબાદ-

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સરફરાઝ નવાઝે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન વિશે એક દાવો કર્યો છે કે તેમણે 1987 માં ઈમરાનને ડ્રગ્સનું સેવન કરતા જોયા છે. નવાઝે ઉમેર્યું કે, તેણે ખાનને કોકેઇન પીતા પણ જોયા છે. નોંધનીય છે કે નવાઝ અને ઇમરાન 1970 ના દાયકાના અંતમાં અને 1980 ના દાયકાના અંતમાં પાકિસ્તાનના ટોચના ઝડપી બોલરો હતા.

એક વીડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જ બાબતે સરફરાજ વાત કરી રહ્યા છે, વિડીયોમાં તે માત્ર એકલો જ નથી કે ઈમરાને ડ્રગનું સેવન કરતા જોયો હોય અને જો તેના દ્વારા કરવામાં આવેલો દાવો ખોટો પડશે તો ઇમરાન ખાન તેમના વિરુધ્ધ કેસ પણ કરી શકે છે. 1987 ની ઘટનાને યાદ કરતાં સરફરાઝે કહ્યું કે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ દરમિયાન જ્યારે ઇમરાન સારૂ પ્રદર્શન નહોતું કર્યું ત્યારે તે ઇસ્લામાબાદમાં ઘરે આવીને અને ડ્રગનું સેવન કર્યું હતું.

નવાઝ વિડીયોમાં કહે છે કે "તે કંઇક સ્નોર્ટ પણ કરે છે. તે (ઇમરાન ખાન) ગાંજો પીતો હતો, તે લંડનમાં અને મારા ઘરે પણ ડ્રગ્સનુ સેવન કરતો હતો, જ્યારે 1987માં પાકિસ્તાનની ઇગ્લેન્ડ સામે મેચ હતી અને એણે સારી બોલિંગ નહોતી કરી ત્યારે તે મારા ઘરે મોહસીન ખાન, અબ્દુલ કાદિર, સલીમ મલિક સાથે ઇસ્લામાબાદમાં જમવા માટે આવ્યો હતો અને ચરશનુ સેવન પણ કર્યું હતું, અને કંઇક સ્નોટ પણ કર્યુ હતુ અને કોકીન પણ લીધુ હતું. લંડનમાં પણ તે કોઇ ડ્રગ્સ લેતો હતો. "તેને મારી સામે લાવો અને ચાલો જોઈએ કે તે આ વાતનો ઇનકાર કરે છે કે નહીં. હું એકલો સાક્ષી નથી, લંડનમાં ઘણા છે."