સુરત,

સુરતની સુમુલ ડેરી ફરી પોતાના વહીવટને લઇ વિવાદમાં સપડાઇ છે. સંચાલકોની બેદરકારીથી પશુપાલકોને ફટકો પડ્યો હોવાનો આરોપ લાગ્યો છે.ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક મળી હતી. 

મળતી માહિતી મુજબ સુરતના સુમુલના પૂર્વ ચેરમેન માનસિંહ પટેલે હાલના ચેરમેન રાજૂ પાઠક પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. એક હજાર કરોડની લોન, મધમાખી ઉછેર, ડિવાઇન ગીર ગાય સંવર્ધન પ્રોજેક્ટ, સરગવા સિંગ, દાણ પ્રોજેક્ટ, બેકરી પ્રોડક્ટ સહિતના પ્રોજેક્ટમાં કરોડોનું રોકાણ કરી ખોટ કરાવી હોવાના પૂર્વ ચેરમેને રાજૂ પાઠક પર આક્ષેપ કર્યા છે.

ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક મળી છે.સુમુલ ભ્રષ્ટાચારને લઈ નવસારીના સાંસદ સી.આર. પાટીલ, સુમુલ ચેરમેન રાજુ પાઠક, પ્રધાન ઈશ્વરભાઈ, સાંસદ પ્રભુ વસાવા વચ્ચે સુરતના સર્કિટ હાઉસ ખાતે ભરતસિંહ પરમારની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી. જેમાં પૂર્વ સાંસદ દ્વારા સુમુલમાં એક હજાર કરોડનો ભ્રષ્ટાચારનો આરોપ મુકવામાં આવ્યો છે.