દિલ્હી-

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એક ઉદ્ધાટન પ્રસંગે હિમાચલના મનાલીમાં આવ્યાં હતા. સીએમ જયરામ ઠાકુર પોતાના કાફલા સાથે ગડકરીનું સ્વાગત કરવા ભુતુર એરપોર્ટ પહોંચ્યા હતા. કુલ્લુ શહેરના એસપી ગૌરવ પણ સીએમની સુરક્ષામાં તહેનાત હતા. આ દરમિયાન કોઈ વાતે વાંકુ પડતા એસપી ગૌરવે સીએમ જયરામ ઠાકુરના સિક્યુરીટી અધિકારી બૃજેશ સુદને થપ્પડ મારી દીધી હતી. આ જોઈને ઉશ્કેરાયેલા બૃજેશ સુદે પણ એસપી ગૌરવને લાત તથા મુક્કા મારવા લાગ્યા. મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીની હાજરીમાં બનેલી આ ઘટનાને કારણે અધિકારીઓ શર્નશાર થયા હતા. ભુંતર એરપોર્ટની બહાર એસપી કુલ્લુએ સીએમ સિક્યોરિટીના એએસપી રેન્કના અધિકારીને કોઈ વાતે રકઝક થયા બાદ બધાની સામે જ જોરથી લાફો મારી દીધો હતો. આ જોતાં જ સીએમની સુરક્ષામાં હાજર સુરક્ષા જવાનો અને એસપી વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. અને પછી એસપીને સુરક્ષા જવાનોએ લાતો મારી હતી. અને ભારે હોબાળો મચી ગયો હતો.