અમદાવાદ-

મુખ્યમંત્રી રૂપાણી આજે ભાવનગર જિલ્લાના મહુવાની મુલાકાતે છે. તાઉ તે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનુ તે જાત નિરીક્ષણ કરી નુક્સાનીનો તાગ મેળવશે. અહી તેઓ વાવાઝોડામાં નુક્સાન પામેલ ગામડાના લોકો સાથે સંવાદ પણ કરશે. બાદમાં અધિકારીઓ સાથે બેઠક પણ છે. ભાવનગર જિલ્લામાં તાઉતે વાવાઝોડાએ ભારે તારાજી સર્જતા ચોથા દિવસે પણ વીજ પ્રવાહ ઠપ રહ્યો છે. ભાવનગર પીજીવીસીએલની ટીમો વીજ પ્રવાહ પૂર્વવત કરવા સતત ત્રણ દિવસથી રાઉન્ડ ધ ક્લોક કામે લાગી છે. પરંતુ નુકશાની બહુ જ મોટી હોય યુજીવીસીએલની સાથે હવે આજથી ડીજીવીસીએલની ટીમોની પણ મદદ લેવામાં આવી છે. કામગીરીનેવીજળી વેગ આપવા માટે ડીજીવીસીએલના ૪૮૦ કર્મચારીની ૩૯ ટીમ રો-પેક્ષ ફેરી સર્વિસ મારફતે ભાવનગર પહોંચ્યા હતા.

મહુવા ખાતે જિલ્લા તંત્રના અધિકારીઓ, અગ્રણીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. વાવાઝોડાથી પ્રભાવિત થયેલા મહુવા સહિતના દરિયાઇ પટ્ટીના તાલુકાઓને યુદ્ધના ધોરણે ફરી બેઠા કરી પૂર્વવત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. વીજળી, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના પુરવઠાને અસર પહોચી છે તે તત્કાલ નિવારીને આ પુરવઠો સમય મર્યાદામાં પૂર્વવત કરી દેવા સૂચનાઓ આપી હતી. વાવાઝોડાના સંદર્ભમાં ખેતી, બાગાયતી પાકોને થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવી રહ્યો છે.આ સર્વે ના આધારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં વીજ પુરવઠો ઝડપથી પુનઃ સ્થાપિત કરવા માટે રાજ્યની તમામ વીજ કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યાં છે.જેથી આગામી બે થી ત્રણ દિવસમાં તમામ ગામોમાં વીજ પુરવઠો શરૂ થઈ જશે તેમ જણાવ્યું હતું.