બનાસકાંઠા-

થરાદ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરના પાણીના વહેણ સાથે યુવકનો મૃતદેહ તણાઈ આવતાં કોઈ રાહદારીની નજર પડતાં તરવૈયાને જાણ કરવામાં આવી હતી. જ્યાં આ ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહ પાણીના વહેણ સાથે ઝડપથી આગળ વધી રહ્યો હતો ત્યારે જમડા ગામના પુલ નજીક નહેરમાંથી પાલિકા તરવૈયા સુલતાન મીર દ્વારા યુવકની લાશને ફાયરટીમની મદદ વડે પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતકના ખિસ્સામાંથી એક મોબાઈલ તેમ જ 3600 રૂપિયા રોકડ મળી આવ્યા હતાં. 

મૃતક યુવક સોમવારના વહેલી સવારે ઘરેથી 7285 નંબરનું બાઇક લઈને નીકળ્યો હતો જેમાં મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતાં તેના પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતક યુવકનું મોટરસાઈકલ સનેસડા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેર પાસેથી મળી આવતાં યુવકે નહેરમાં ઝંપલાવ્યું હોવાની આશંકાઓને લઈને તેના સગાસબંધીઓ બુધવારે મુખ્ય નહેર પરના રસ્તે ચાલી આવતાં મૃતદેહ મળી આવતાં મૃતક યુવકની ઓળખાણ થવા પામી હતી. મૃતક યુવક પીયૂષ ઠક્કર ભાભર હોવાનું જાણવા મળ્યું હતું. આથી સ્થાનિક થરાદ પોલીસ મથકે જાણ કરવામાં આવતાં પોલીસકર્મી એએસઆઈ રવજીભાઈ ભટ્ટ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.થરાદની મુખ્ય નર્મદા નહેરમાં યુવકનો તરતો મૃતદેહ જણાઈ આવતાં નગરપાલિકા ફાયરટીમને જાણ કરવામાં આવી હતી. જમડા ગામના પુલ નજીક મૃતક યુવકની મૃતદેહ બહાર કઢાઈ હતી. જ્યાં તપાસ દરમ્યાન યુવક લુડો ગેમમાં 10 લાખ રૂપિયા હારી ગયો હોવાથી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.