બોડેલી

મસંક્રાંતિનો ઉત્સવએ નિસગૅ નો ઉત્સવ છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે તેથી આ ઉત્સવને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે એવીજ રીતે સૂર્ય તેની પુથ્વી આસપાસની પરિભ્રમણની દિશા બદલે છે અને સહેજ ઉત્તર તરફ ખસતો જાય છે તેથી તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે.બોડેલી સહિત આસપાસના ત્રણ કબુતરો પતંગની દોરીથી ઘવાતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક રહીશો નજીકના પશુ ચિકિત્સાલય ખાતે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના પશુ ચિકિત્સકોએ હાલમાં ચાલી રહેલ બર્ડ ફ્લુ ને ધ્યાનમાં લઇ તેના સંક્રમણથી બચવા અને તે વધુ ન ફેલાય તે માટે પીપીઈ કીટ સાથે ઘાયલ કબૂતરોને સારવાર આપી ચિકિત્સાલયમાં દેખરેખ રાખી ફોરેસ્ટ અધિકારીઓને સુપરત કરશે તેમ બોડેલીના પશુ ચિકિત્સકે જણાવ્યું હતું. બોડેલીના અલીખેરવા તળાવ પાસે માલધારી સમાજે વર્ષોની પરંપરા મુજબ પશુઓને બાટુ ખવડાવી પૂજા અર્ચના કરી મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી.બોડેલી તાલુકાના અલીખેરવા તળાવ પાસે માલધારી સમાજે મકરસંક્રાંતિના દિવસે પશુઓને ખોરાક માટે બાટુ ખવડાવી ગાયોની પૂજા કરી તહેવારની ઉજવણી હતી. આ વર્ષે પણ માલધારી સમાજે ૧૦૦૦ થી વધુ પશુઓને બાટુ ખવડાવી મકરસક્રાંતિની ઉજવણી કરી હતી.

મકરસંક્રાંતિ પર્વની બોડેલી, અલીપુરા, ઢોકલીયા સહિત આસપાસના વિસ્તારોમાં ઉજવણી સંપન્ન થઈ હતી. ૧૪ મી જાન્યુઆરીના નિશ્ચિત દિવસે જ ઉજવતા ઉત્તરાયણના પર્વની ઉજવણી માટે અગાઉથી જ લોકો પતંગ - દોરા ની ખરીદી કરી તૈયારીઓ આરંભી દીધી હતી તો હિન્દૂ સંસ્કૃતિ મુજબ આજના દિવસે તલ -ગોળના લાડુ માં પૈસા મૂકી બ્રાહ્મણ ને અર્પણ કરી ગુપ્તદાન કરવાનો પણ એક મહિમા હોય હિન્દૂ સમાજના લોકોના ધરે આગલા દિવસે જ તલ- ગોળનાં લાડુ- તલસાં કળી,સીંગદાણાની ચીક્કી, મમરાના લાડુ જેવી અનેક મીઠાઈઓ બનાવી તૈયારીઓને આખરી ઓપ આપી દીધો હતો. આબાલ - વૃદ્ધો યુવાનો- યુવતીઓ પોતાના મકાનો ની છતો ઉપર , ધાબા અગાસીઓ પર ચઢી આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવી આકાશી યુધ્ધ ની મજાની હતી સાથે સાથે “એ કાટી હૈ ... કાપ્યો છે...” ની ચિચિયારીઓ થી વાતાવરણ ગુંજવી દીધું હતું.