વડોદરા- 

વડોદર એરપોર્ટ પર દર વર્ષે તમામ એજન્સીઓનું સંકલન સાધતી મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. જેમાં સ્થાનિક પોલીસ, ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગ પણ સામેલ હોય છે. આજે વડોદરા એરપોર્ટ પર વિશેષ મોકડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

મધ્ય ગુજરાતમાં વડોદરામાં એકમાત્ર મહત્ત્વનું એવું વડોદરા એરપોર્ટ છે. વડોદરાથી દેશના મોટા મહાનગરોને જાેડતી વિમાનીસેવાઓ ચાલુ છે. એરપોર્ટ પર આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે દર વર્ષે એરપોર્ટ પર કામ કરતી વિવિધ એજન્સીના સંકલન માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. આજે વડોદરા એરપોર્ટ પર વિશેષ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ, કર્મચારીઓ, સીઆઈએસએફ, સ્થાનિક પોલીસ, ફાયર અને હોસ્પિટલનો સ્ટાફ જાેડાયો હતો. મોકડ્રીલ દરમિયાન એરપોર્ટ પર દિલધડક દૃશ્યો સર્જાયાં હતાં. મોકડ્રીલ સફળતાપૂર્વક યોજવામાં આવી હતી.