લખનઉ,તા.૫

બહાર આવેલા એક અજબ કિસ્સામાં ઉત્તર પ્રદેશના કસ્તૂરબા ગાંધી વિદ્યાલયમાં વિજ્ઞાન વિષય ભણાવતી એક શિક્ષિકાએ એક સાથે ૨૫ સ્કૂલોમાં કથિત રીતે કામ કરીને માત્ર ૧૩ મહિનામાં એક કરોડ રૂપિયાની કમાણી કરી છે....! ટિચરનો ડેટાબેઝ તૈયાર કરતી વખતે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. યુપીની પ્રાઈમરી સ્કૂલોમાં શિક્ષકોની હાજરીની રિયલ ટાઈમ મોનટરિંગ બાદ પણ અનામિક શુકલાની નામની એક શિક્ષિકાએ આવું કરવામાં સફળ રહી છે. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.મૈનપુરીની રહેવાસી અનામિકાએ જે સ્કૂલોમાં કામ કર્યું છે તેમના રેકોડ્‌ર્સ મુજબ, પ્રયાગરાજ, આંબેડકરનગર, અલીગઢ, સહારનપુર, બાગપત જેવા જિલ્લાઓના કેજીબીવી સ્કૂલોમાં અનામિકાની પોÂસ્ટંગ હોવાનું સામે આવ્યું છે. તે વીતેલા એક વર્ષથી પણ વધારે સમયથી નિયુક્ત છે. સ્કૂલ ઓફ એજ્યુકેશનના ડિરેક્ટર જનરલ વિજય કિરન આનંદના જણાવ્યા મુજબ, આ શિક્ષિકાની વિરુદ્ધ તપાસ શરૂ કરી દેવાઈ છે.