વાઘોડિયા 

વાઘોડિયા પિપરીયા રોડ પર આમોદર સિમમાંથી પોલીસને ચોરી ની બાઈક સાથે કિશોરને ઝડપી પાડતા ૧૦ બાઈકચોરીના ગુનાનો પર્દાફાશ થયો હતો.

વડોદરાના ડભોઈ રિંગરોડ પર વુડાના મકાનમા રહેતો એક નાદાર કિશોરને ગજબનો શોખ માથે ચઢ્યો હતો.તે માત્ર બાઈક ચલાવવાના શોખને પુરો કરવામાટે બાઈકચોરીના રવાડે ચઢ્યો હતો. વડોદરા શહેર તેમજ સાવલી અને વાઘોડિયા વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી ડુબ્લીકેટ ચાવી અથવા તો ડાયરેક્ટ સ્ટાર્ટ કરી મોટર સાઈકલ ઊઠાવી પેટ્રોલ પુરૂ થાય ત્યાં સુઘી ફેરવતો હતો. આ કિશોરને બાઈક ચલાવવાના શોખને કારણે તે બાઈક ચોરીના રવાડે ચઢ્યો હતો. માતા બંગલાનુ ઘરકામ કરી ગુજરાન ચલાવે છે. પિતાએ માતા તેમજ પુત્રને વર્ષો પહેલા ત્યજી દિઘા હતા. વાઘોડિયા પોલીસે આ કિશોરને યુક્તિ-પ્રયુક્તિ થી પૂછપરછ કરતાં કિશોરે વડોદરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી જુદી જુદી જગ્યાએથી દસ જેટલી બાઇકો ચોરી કરી હોવાનું કબુલતા વાઘોડિયા પોલીસે ૧૦ બાઈકો ને જપ્ત કરી હતી.