રાજકોટ-

રાજકોટ જીલ્લાના જસદણ ખાતે વર્ષ ૨૦૧૭ માં ગોડાઉનમાંથી રૂા.૧.૨૮ કરોડની ૬૪૦ રૂની ગાંસડીની ચોરીના ગુનાની તપાસમાં ગંભીર બેદરકારી દાખવ્યાનુ ખુલતા રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ ગોંડલ સર્કલ પોલીસ ઈન્સ્પેકટર કે.એન.રામાનુજને ફરજમાંથી મુક્ત કરતાના હુકમથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જસદણ ખાતે શંભુભાઈ જેરામભાઈ વઘાસીયાના ગોડાઉનમાંથી રૂા.૧.૨૮ કરોડની ૬૪૦ રૂની ગાંસડીની ચોરીની તા.૨૫-૧૧-૧૭ ના રોજ જસદણ પોલીસ મથકના ચોપડે ફરીયાદ નોંધવામાં આવી હતી.

જે ગુનાની તપાસ ઁજીૈં કે.એન.રામાનુજ દ્વારા કરવામાં આવી રહી હતી.તપાસ દરમ્યાન હડમતાળાવાળા શેનગસીંગ ભટ્ટી અને ડુંગરસીંગ ભટ્ટી તેમના ઠેકેદારો દ્વારા જસદણ ગોડાઉનમાંથી ટ્રકમાં ગાંસડી ભરવા મોકલેલા હતા. તેણે કોના કહેવાથી મજુરોને મોકલ્યા તેની કોઈ તપાસ કરી નથી.

અજીત કોટેક્ષ ગોડાઉનના માલીક ગોકળભાઈની આ ગુનામાં કોઈ સંડોવણી છે કે કેમ તેની તપાસ કરી નથી ગુનાને કામે રૂા.૧૪.૨૦ લાખની કિંમતનો ૭૧ રૂની ગાંસડી અને બે વાહન કબ્જે કર્યા પરંતુ કેસ ડાયરીમાં કોઈ ઉલ્લેખ કરેલ નથી ઘટના સ્થળે મજુરો અને અન્ય ત્રણ લોકો ભાગી ગયેલ છે તે કોણ હતા તેમજ ચોરીમાં સંડોવણી હતી કે કેમ તે અંગે તપાસ થયેલ નથી. ત્રણ ટ્રક સાથે ૪૫૦ રૂની ગાંસડી કબ્જે કરી મુદામાલ પાવતીની નોંધ કેસ ડાયરીમાં કરેલ નથી.