વડોદરા, તા ૩૦

મહારાજા સયાજીરાવ યુનિવસિર્ટી દિનપ્રતિદિન અસમાજીત તત્વોનો અડ્ડો બની રહી છે. મારામારી- વિદ્યાર્થીનીની છેડતી સહિતનાં વિવાદસ્પદ ઘટનાઓ ના પડઘા હવે યુનિ. બહાર પણ પડી રહ્યા છે. બે હિસંક ઘટનાનાં પગલે હવે યુનિનાં વિદ્યાર્થીને મારમારવાની ત્રીજી ઘટના સામે આવતા યુનિ. સત્તાધીશો ચોંકી ઉઠયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાંર યુનિવસિર્ટીની પોલીટેકનિક કોલેજનાં વિદ્યાર્થીને પણ યુનિ. બહાર બેરહેમી થી માર મારવાની ઘટના બની છે. અને આ ઘટનાનાં તાર પણ તાજેતરમા યુનિ. માં બનેલ મારામારીની ઘટના અને વિદ્યાર્થીની છેડતીની ઘટનાં સાથે જાેડાયેલ છે.

સમગ્ર હિસંક ઘટનાં પોલીટેકનિક પાસેનાં શાસ્ત્રી બ્રિજ પાસે બની છે. જયાં સૌરાષ્ટ્રનો એક વિદ્યાર્થી પોતાની બાઇક લઇને બેઠો હતો, ત્યારે અચાનકજ ત્યાં ગાડી લઇને કેટલાક વિદ્યાર્થીઓ આવી પોંહચ્યા હતા. અને બાઇક સાથે ગાડી અથડાવી હતી. અને વિદ્યાર્થી સાથે ઝઘડો કર્યો હતો. શાબ્દિક બોલાચાલી બાદ ગાડીમાં આવેલ વિદ્યાર્થીઓ એકલા બાઇક પર બેઠલ પોલીટેકનિકનાં વિદ્યાર્થી પર રીતસર હિંસક રીતે મારવા લાગ્યા હતા. અને બેરહેમીથી માર માર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ યુનિ. સિન્ડિકેટ સભ્યોને થતા તેઓ આ વિદ્યાર્થી સાથે વાતચીત કરી સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી હતી. અને વિદ્યાર્થીને પોલીસ ફરીયાદ કરવા માટે જણાવ્યુ હતુ. પરંતુ વિદ્યાર્થી પોતાની સાથે ઘટિત ઘટનાથી એટલો ગભરાઇ ગયો હતો કે ફરીયાદ કરવા તૈયાર થયો ન હતો. એટલે સુધી કે વિદ્યાર્થીનાં પરિવારને પણ ઘમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે યુનિ. સત્તાધીશોએ યુનિ સમગ્ર ઘટનાઓને ગંભીરતાથી લિઘી છે. અને આગામી દિવસોમાં યુનિ.પરિસરમાં બનેલ ઘટનાઓ મામલે હાઇપાવર કમિટિ દ્વારા જેમની પર આરોપ છે તેવા વિદ્યાર્થીઓની સુનાવણી હાથ ઘરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરશે.

યુનિ. હાઇપાવર કમિટી ૨૩ વિદ્યાર્થીઓને નોટિસો પાઠવશે

યુનિ.દ્વારા ગત સિન્ડિકેટ બેઠકમાં બનાવવામાં આવેલ હાઇપાવર કમિટિનાં ચેરમેન મંયક પટેલે જણાવ્યુ હતુ કે જે કમિટિ બનાવવામાં આવી છે તેનું નોટીફિકેશનની કાર્યવાહી સંપન્ન થઇ ગઇ છે. હવે આગળની કાર્યવાહીમાં યુનિ. પરિસરમાં મારામારી- વિદ્યાર્થીની છેડતી, કોમર્સ ફેકલ્ટી- યુનિટ બિલ્ડીંગ ખાતે વર્ગમાં હાજરીત્રકમાં અશ્લિલ ચિત્ર દોરવા. નમાજ વિવાદ, સહિત તમામ ૨૩ વિદ્યાર્થીઓને કમિટિ સમક્ષ હાજર રહેવા માટે નોટીશ પાઠવશે. અને જે આરોપો છે . તે અંગે વિગતવાર તપાસ કરશે. વિદ્યાર્થીઓને પણ સાંભળશે. અને ત્યારબાદ શુ પગલાઓ લેવા નક્કી કરવામાં આવશે.