કરૌલી-

સરસવના પાકને થ્રેશરની મદદથી કાપવાના સમયે બે જગ્યાએ બે અલગ અલગ દુર્ઘટના થઈ, જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. એક પરિવારનું તેમનું પાલનપોષણ કરનાર દીકરો તો બીજા પરિવારમાં તેમની દીકરી લગ્નના દોઢ માસ પહેલાં જ હંમેશાંથી વિખૂટી પડી ગયાં. પરિણામે, બંને પરિવારના રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ છે. ગ્રામપંચાયત પાડલામાં બપોરે સરસવની કાપણી દરમિયાન થ્રેશરમાં આવી જવાથી એક ૧૭ વર્ષના યુવકના કટકા થઈ ગયા. રાજારામ મીણાના સરસવના ખેતરમાં કાપણી કરાવવા ગયેલા પાડલા ગામના નિવાસી અભિષેક પુત્ર રામ કૈલાસ મીણા થ્રેશરમાં આવી જવાથી તેના ટુકડેટુકડા થઈ ગયા છે.

યુવકના ક્ષત વિક્ષત શબને ગ્રામીણ લોકો કપડાંનું પોટલું વાળીને તેને હોસ્પિલટમાં લઈ ગયા, જ્યાંથી પરિવારના લોકો પોસ્ટમાર્ટમ કરાવ્યા વગર તેના મૃતદેહને લઈ આવીને તેના અંતિમસંસ્કાર કરી દીધા હતા. ગ્રામવાસીઓએ જણાવ્યું હતું કે મૃતક અભિષેકના પિતા રામકૈલાસ મીણા લગભગ ૫-૬ વર્ષ પૂર્વે કામની તપાસમાં દિલ્હી ગયા હતા, પરંતુ ૫-૬ વર્ષ થઈ ગયાં,

પરંતુ તેઓ હજુ સુધી ઘરે પરત ફર્યા નથી અને ન તો પરિવારના લોકોને એ અંગે કોઈ જાણકારી મળી છે. અભિષેક અને તેની માતા ગામમાં મહેનત મજૂરી કરીને પોતાના નાના ભાઈને અભ્યાસ કરાવતાં હતાં અને પેટ ભરતાં હતાં, પરંતુ અભિષેકના મોત પછી માતાની વૃદ્ધાવસ્થાનો સહારો અને નાના ભાઈનો આશરો જ ઝૂંટવાઈ ગયો છે અને તેમની પર જાણે આકાશ તૂટી પડી ગયું હોય એવી સ્થિતિ થઈ ગઈ છે.