ભુજ-

ભુજ શહેરમાં આજથી ત્રણ દિવસનું સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે આજે પ્રથમ દિવસે ભુજની મુખ્ય બજારોમાં દુકાનો સંપૂર્ણ બંધ રહી હતી જોકે શાકભાજી અને અન્ય નાના ધંધાર્થીઓએ રોજગાર ચાલુ રાખ્યા હતા ભુજ નગરપાલિકા દ્વારા બજારોને સેનીટાઈઝ પણ કરવામાં આવી હતી.

સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે ભુજમાં સંપૂર્ણ અમલવારી જોવા મળી હતી ભુજમાં વાણીયાવાડ,અનમ રિંગ રોડ,શરાફ બજાર,તળાવ શેરી,દાંડા બજાર,છઠ્ઠી બારી,બસ સ્ટેશન રોડ,નાગર ચકલા,હોસ્પિટલ રોડ,જ્યુબિલી,વિડી,ઘનશ્યામ નગર,હમીરસર સહિત તમામ વિસ્તારો બંધ રહ્યા હતા અમુક વિસ્તારોમાં આંતરિક દુકાનો ખુલ્લી રહી હતી ભુજમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે તેમજ મૃત્યુ આંક પણ વધ્યો છે જેથી નગરપાલિકા અને વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક અને સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. આવતીકાલે શનિવાર અને રવિવારે પણ ભુજ બંધ રહેસે દરમિયાન ભુજમાં આજે સંપૂર્ણ લોકડાઉનનો અમલ થતાશહેરની મુખ્ય બજારોમાં નગરપાલિકાએ સેનીટાઈઝેશન કર્યું હતું ભુજ નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો સેનીટાઈઝ કરાયા હતા કોરોના સંક્રમણ અટકાવવા તમામ સ્થળોએ સેનીટાઈઝ દવાનો છટકાવ કરાયો હતો.