છોટાઉદેપુર

આજરોજ છોટાઉદેપુર નગરના એસ.એફ. હાઈસ્કૂલ, મણીબેન કન્યા વિદ્યાલય અને ડોન બોસ્કો શાળા મળી જિલ્લા ના કુલ પાંચ જેટલા કેન્દ્રો ઉપર ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ૬૪૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ૨૦૨ જેટલા પરીક્ષાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. પરીક્ષા અગાઉ સરકારી ગાઈડ લાઈન મુજબ તમામ કેન્દ્રો ને સૅનેટાઇઝ કરવામાં આવ્યા હતા. ગુજકેટ ની પરીક્ષા આપવા માટે ગામડાના વિદ્યાર્થીઓને ચાલુ વરસાદે ભારે હાલાકી નો સામનો કરી આવવું પડ્યું હતું. છોટાઉદેપુર નગર ના મણીબેન પટેલ કન્યા વિદ્યાલય આગળ સોશિયલ ડિસ્ટેંસીન્ગ વગર પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓના લોક ટોળા જમ્યા હતા. જોકે સોશિયલ ડિસ્ટેંસીન્ગ બાબતે તપાસ કરવા જતા મીડિયા કર્મીઓને શાળાના સઁચાલકોએ રોકયા હતા .