વાઘોડિયા : વાઘોડિયા તાલુકાના રવાલ ત્રણ રસ્તા પાસે આજવા વડોદરા રોડપર આઇસરની ટક્કરે બાઈકસવારના બેના મોત, તો હાલોલ વડોદરા રોડપર મછલીપુરા પાસે અજાણ્યા વાહનની અડફેટે એક બાઈક ચાલકનુ મોત કુલમડી ગોઝારા માર્ગઅકસ્માતમા ત્રણના મોત નિપજ્યા છે. આજવા વડોદરા રોડ ઉપર રવાલ ત્રણ રસ્તા પાસે આવેલ નીલકંઠ હોટલ સામે રાત્રીના સવાસાત વાગ્યા ની આસપાસ વડોદરા થી દેવગઢબારીયા તરફ જતા સ્પ્લેન્ડર મોટર સાયકલ ચાલકને ટાટા આઇસરે અડફેટે લેતા મોટર સાયકલ પર આઈસર ચઢી ગઈ હતી.અકસ્માતમા બાઈક ચાલક અને બાઈકની પાછલી સીટ પર બેસેલા યુવાનને રોડપર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બાઈકચાલક શૈલેષભાઈ દલાભાઈ બારીયા( રહે. ઝાંબ, તા.દેવગઢ બારીઆ, જી. દાહોદ)ને જમણા પગે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળ પર જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.બાઈકની પાછલી સીટપર બેસેલા ગણપત ભાઈ કેસર ભાઈ બારીયા ( રહે. વાંદરાગામ, તા.દેવગઢ બારીઆ, જી. દાહોદ)ને અકસ્માત દરમ્યાન જાેરદાર પછડાતા હાથે-પગે તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં સ્થળપરજ ખુબજ લોહિ વહી ગયુ હતુ.અકસ્માતના પગલે આવતાજતા રાહદારીઓ રોડપર એકઠા થયા હતા. લોકટોળા આવતા જાેઈ આઈસર ચાલક પોતાનુ વાહન સ્થળ પર બીનવારસી છોડી ભાગી ગયો હતો. રાહદારીઓમાંથી કોઈકે ૧૦૮ને ફોન કરી ઘટનાની જાણકારી આપતા બંનેને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં હાજર તબીબોએ શૈલેષભાઈ બારીઆને મૃત જાહેર કર્યો હતો.ગંભીર રીતે ઘાયલ ગણપત બારીઆનુ ટુંકી સારવારમાંજ મોત નિપજ્યુ હતુ.જેથી આજવા ઓ.પીના જમાદારે ઘટનાની વિગતો મૃતકના પરિચીતોને કરતા તેવો જરોદ રેફરલ ખાતે દોડી આવી રોકકડ મચાવી હતી.બેદરકારી અને ગભલતભરી રિતે વાહન હંકારી અકસ્માતમા બેના મોત નિપજાવનાર અજાણ્યા આઈસર ચાલક વિરુઘ્ઘ ગુન્હોંનોંઘી તેના ચાલકને શોઘવાના ચક્રો ગતીમાન કર્યા છે. બિજા બનાવમા વડોદરા હાલોલ રોડ પર આવેલ પાસે મછલીપુરા પાસે અકસ્માતમા એક યુવાન મોતને ભેટ્યો હતો.સંજયભાઈ નવલાભાઈ મુનીયા હિરો કંપનીની બાઈકનો હપ્તો ભરવા વડોદરાથી લિમખેડા ગયો હતો. હપ્તોભરી પરત ફરતા યુવાને જરોદપાસેથી પરિવારને કલાકમા ઘરે આવુ છુ કહિ ફોન કર્યો હતો.પરંતુ સંજય ઘરે પહોંચે તે પહેલા યમદૂત બની આવતા કોઈ અજાણ્યા વાહને તેની મોટર સાયકલને મછલીપુરા પાસે અડફેટે લઈ અકસ્માત સર્જી અજાણ્યુ વાહન પુરપાટ ઝડપે હંકારી ઘટના સ્થળે મોત નિપજાવી ભાગી ગયો હતો.અકસ્માતમા સંજય મુનીયા ( રહે. ગોત્રી વુડાનુ મકાન, આવકાર હોલ પાસે ઝુંપડપટ્ટી, વડોદરા)ને ગંભીર રિતે શરીરના બંન્ને હાથે પગે તેમજ માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચતાં રોડ પર લોહિના કુંડા ભરાયા હતા. યુવાનને સારવાર મળે તે પહેલા જ ઘટનાસ્થળે પોતાનો દમ તોડયો હતો.જરોદ પોલીસને ઘટનાની જાણ થતા તેવોએ ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જાે મેડવ્યો હતો.રોડપર અરેરાટી ફેલાવે તેવા દર્શ્યો સર્જાયા હતા.મરનજનારના પરિવારને અકસ્માત અંગે પોલીસે બાઈકના નંબરના આઘારે સંપર્ક કરી ફોનથી જાણકારી આપી મૃતદેહને જરોદ રેફરલ હોસ્પીટલ ખાતે પોસમોર્ટમ અર્થે લાવ્યા હતા.અકસ્માત સર્જી મોત નિપજાવી ફરાર અજાણ્યા વાહન ચાલક વિરુઘ્ઘ ગુન્હો નોંઘી તેની શોઘખોડ હાથ ધરી છે.