વાધોડિયા : વાઘોડિયામાં હેલ્મેટ નિયમ ભંગ બદલ ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ ૯ ઓગષ્ટ ૨૦૨૦થી ૨૦ઓગષ્ટ ૨૦૨૦ સુઘી યોજાવાની છે. કમિટી ઓન રોડ સેફટી દ્વારા રોડ શેફ્ટી અંગેની કામગીરી અંગે સમીક્ષા કરી રાજ્યમાં બનતા રોડ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહિ પહેરવાના કારણે માર્ગ અકસ્માતોમાં મૃત્યુદર તેમજ ગંભીર ઈજાઓના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે જેથી વાહન ચાલકોના જીવ જોખમાય નહિ અને અકસ્માતમા મૃત્યુદર ઘટાડી શકાય તે માટે હેલ્મેટ નહીં પહેરતા વાહનચાલકોને હેલ્મેટ નિયમભંગ બદલ ૫૫ જેટલા વાહન ચાલકોસામે વાઘોડિયા ધીરજ ત્રણ રસ્તાપાસે વાહન ચેકીંગ દરમ્યાન હેલ્મેટભંગના નિયમ બદલ કેસો કરવામા આવ્યા હતા. વાઘોડિયા ટ્રાફિક વિભાગ દ્વારા જુદા જુદા ટુ વ્હીલર ચાલકોને ૫૦૦ રુપીયાનો આર. ટી. ઓનોદંડ ભરવા પાવતી ફટકારવામા આવી હતી.