દિલ્હી-

નાઇજિરીયામાં સ્કૂલ બસ સાથે ટ્રકની ટક્કર પછી 21 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં મોટાભાગના બાળકોનો સમાવેશ છે. નાઇજિરીયાના રાષ્ટ્રપતિ મહંમદ બુહારીએ પણ આ ભયાનક અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ટ્રકના બ્રેક નિષ્ફળ જવાને કારણે આ અકસ્માત થયો હતો.

બુધવારે ઇનુગુ પ્રાંતના અવગુમાં અકસ્માત સર્જાયો હતો જ્યારે એક ટ્રક ચાલકે વાહનનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે વાહન એક સ્કૂલ બસને ટકરાયું હતું. આ બસમાં 61 બાળકો હતા. જેમાં 20 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે કેટલાક અન્ય ઘાયલ હોવાનું જણાવાયું છે. મૃતકોમાં એક શિક્ષક પણ છે. આ બાળકો અવગુના કેથોલિક ડાયોસિઝ સંચાલિત પ્રેઝન્ટેશન નર્સરી અને પ્રાથમિક શાળાના હતા. પ્રમુખ મોહમ્મુ બુહારીએ વાહન માલિકોને સાવધ રહેવાની અપીલ કરી હતી, કારણ કે પ્રાથમિક અહેવાલમાં ખુલાસો થયો છે કે ટ્રકના બ્રેક્સમાં ખામી સર્જાવાને કારણે આ અકસ્માત થયો છે.