અમદાવાદ-

5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસછે અને તેની ઉજવણી કોર્પોરેશન ઘ્વારા કરવામાં આવી રહી છે છે. આ ઉજવણી અમદાવાદના લોકો માટે ખાસ બની રહેવાની છે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા અમદાવાદમાં જંગલ બનાવા જઈ રહ્યું છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં 40 હજાર વારથી પણ મોટા પ્લોટમાં કોર્પોરેશન દ્વારા 50 હજારથી વધુ ઝાડ વાવી જંગલ બનાવવા જઈ રહ્યું છે. જેનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન થશે.

 આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસએ શહેરમાં અલગ અલગજગ્યાએ AMC કુલ 13 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કારણકે તૌકતે વાવાઝોડાને લઈને શહેરમાં 2500 જેટલા વૃક્ષો પડી ગયા હતા કેટલાક વૃક્ષો નું ફરી થી પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે તો કેટલાક ઝડમૂળ થી નીકળી ગયા છે ગયા વર્ષે વૃક્ષારોપણમા વાવેલાં નવાં ઝાડને વધુ પ્રમાણમાં નુકસાન થયું હતું. મ્યુનિ , બાગ - બગીચા વિભાગને તૂટી પડેલાં વૃક્ષો નીકળવામાં વધુ મહેનત લાગી હતી.

 વિશ્વ પર્યાવરણ દિવસનો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે પ્રારંભ થશે તેઓ દિલ્હીથી ગોતામાં તૈયાર થનારા ' સમૃતિવન ' વૃક્ષારોપણનું વર્ચ્યુઅલ કાર્યક્રમને ખુલ્લો મુકશે આ અંગે અમદાવાદના મેયર કિરીટ પરમારે લોકસત્તા જનસત્તા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગત વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે 11 લાખ વૃક્ષો ઉગાડવામાં આવ્યા હતા. આ વખતે મિશન મિલિયન ટ્રી અંતર્ગત 13 લાખ વૃક્ષો અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ ઉગાડવામાં આવશે.અને હરિયાળું અમદાવાદ બનાવની કોશિશ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમા મોટી સંખ્યામાં લોકોને ઓક્સિજન ની જરૂર પડી હતી તેવામાં તંત્ર દ્વારા તૈયાર થનારા આ વનથી ઓક્સિજનનો વ્યાપ વધારશે. અને જો શહેરમાં આવા અલગ અલગ જગ્યાએ વૃક્ષો ના વન ઉભા કરવામાં આવે તો લોકોનું આરોગ્ય જરૂરથી સુધરશે. અને ઓક્સિજનનું પ્રમાણ વધશે સાથે સાથે પર્યાવરણ પણ સુધરશે