વડોદરા, તા. ૩

આજવા રોડ ખાતે આવેલ પરીવાર વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ રેલી યોજીને તેમજ પોસ્ટલ કાર્ડ તેંમજ સ્લોગન બોલીને મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવીને મતદાન કરવા માટે સમાજમાં જાગૃતિ લાવવા એક વિશેષ પ્રયત્ન કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક સ્ટાફ જાેડાયો હતો.