અમદાવાદ-

અમરાઈવાડીમાં રહેતી એક મહિલાના પતિને કોરોના પોઝિટિવ આવતા તેઓને હોમ કોરોન્ટાઇન કર્યા હતા. જ્યાં પાડોશીઓ દ્વારા ઘરે સારવાર કરવા ડોક્ટર આવતા હોવાનું ધ્યાને આવતા મૃતક વિશાલભાઈના પત્ની મેઘાબેને ડોકટરને શોધ્યા હતા. આસપાસના લોકોનું સારુ કરી દેવાનો દાવો કરનારા નરેન્દ્ર સાથે સારવાર કરવાની વાત કરી અને પંદર દિવસ નરેન્દ્રને રીના નામની નર્સે સારવાર કરી હતી. પરંતુ વિશાલભાઈને સારું તો ન થયું. તબિયત વધુ બગડી હતી.

કોરોના દર્દીના પરિવારજનો જો ઘરે સારવાર કરાવવા માટે ડોક્ટર બોલાવતા હોવ તો ચેતી જજો. કારણ કે ક્યાંક નકલી ડોક્ટર તમારા પરિવારનું સ્વાસ્થ્ય બગાડી ન દે ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં નકલી ડોક્ટર અને તેના સાથીના કારણે એક વ્યક્તિ મોતને ભેટ્યો છે. કોરોના દર્દીને સારવાર આપી બોગસ ડોક્ટર અને નર્સ તથા અન્ય એક શખ્શે પંદર દિવસના લાખ પડાવી ઠગાઈ આચરી હતી, પરંતુ કોરોના દર્દીને સારું ન થયું પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો ત્યારે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.