દિલ્હી-

દિલ્હી પોલીસે રાઘવ ચઢ્ઢા સહિત 9 લોકોને કસ્ટડીમાં લીધા છે. દિલ્હી સરકારમાં મંત્રી રાઘવ, ગૃહમંત્રી અમિત શાહ અને એલજી અનિલ બૈજલના ઘરે વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ તે વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ દિલ્હી પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાઘવ ચઢ્ઢા સિવાય પાર્ટીના ધારાસભ્ય ઋતુ રાજની પણ દિલ્હી પોલીસે અટકાયત કરી છે. પોલીસ દ્વારા રાઘવ ચઢ્ઢાને તેના ઘરે અટકમાં લેવામાં આવ્યો છે, જ્યારે ઋતુ રાજને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. કાર્યવાહી બાદ રાઘવ ચઢ્ઢાના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરમિયાન AAPના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ધારાસભ્ય ઋતુ રાજની પોલીસે ધરપકડ કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અમિત શાહ કોઈને અવાજ ઉઠાવવા દેતા નથી.