ગાંધીનગર, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો (ગેરંટી કાર્ડ)ને આજે જાહેર કરાયો છે. જેમાં વિવિધ સાત મહત્વની બાબતો ઉપર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી-’આપ’ દ્વારા આજે ચૂંટણી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ તેના મેનિફેસ્ટોને ગેરંટી કાર્ડ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જે અંગે આમ આદમી પાર્ટીએ જણાવ્યુ હતું કે આમ આદમી પાર્ટી ગાંધીનગર મહાપાલિકાનું શાસન સંભાળશે તો નીચેની ગેરંટીઓ ઉપર નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે. જેમાં (૧) શિક્ષણ, (૨) આરોગ્ય, (૩) વેરાઓ (૪) પાર્કિંગ અને પરિવહન (૫) સાંસ્કૃતિક-રમત-ગમત (૬) જન સુવિધા અને (૭) અન્ય બાબતોનો સમાવેશ કરાયો છે. જેમાં શિક્ષણ અંતર્ગત દરેક સરકારી શાળાઓનું નવિનીકરણ કરાશે તેમજ શાળાઓમાં અદ્યતન સુવિધાઓ ઊભી કરાશે, ગાંધીનગર શહેરમાં અંગ્રેજી મીડિયમની ૧૦ આધુનિક શાળાઓ શરૂ કરાશે, અદ્યતન સુવિધા સાથેની સેંટ્રલ એસી લાયબ્રેરી, રીડિંગ રમ બનાવાશે, સરકારી પરિક્ષાની તૈયારી માટે સરકારી કોચિંગ સેન્ટર બનાવાશે. આરોગ્ય સુવિધામાં મહાપાલિકા સંચાલિત તમામ દવાખાનાની સુવિધાઓ વધારાશે, સરકારી દવાખાનામાં તમામ પ્રકારના લોહી, પેશાબ, સિટી સ્કેન, એક્સ-રે, દવા તમામ નિશુલ્ક કરાશે, હરતું ફરતું દવાખાનું શરૂ કરાશે, તમામ સિનિયર સિટીઝનને દર ૬૦ દિવસે ઘેર બેઠાં ફ્રી મેડિકલ ચેકઅપ કરી અપાશે. વેરાઓમાં પ્રોપર્ટી ટેક્સ (મિલકત વેરો)માં ૫૦ ટકા ઘટાડો કરાશે, વેપાર-ધંધાની જગ્યાઓના વેરાની નવેસરથી સમિક્ષા કરાશે, સ્વ વપરાશ અને ભાડે આપેલી જગ્યાનો વેરો એકસમાન કરાશે, નવા જાેડાયેલા ગામડાં વિસ્તારમાં જ્યાં સુધી સુવિધા નહીં ત્યાં સુધી વેરા નહીં લેવાય.

સંક્રમણ ન ફેલાય તે રીતે ચૂંટણીમાં પ્રચાર કરીશું  પાટીલ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાના કેસોએ પોતાની નવી ઊંચાઈ સર કરીને રોજના ૨૩૦૦થી વધુ કેસો નોંધાય રહ્યાં છે. દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસો ઘટીને ગત ફેબ્રુઆરી માસમાં ૩૦૦ની અંદર આવી ગયા હતા. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજકીય રેલીઓ અને સભાઓની ભરમાર સર્જાઈ હતી. જેના કારણે કોરોનાને વકરવા માટે મોકળું મેદાન મળ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન ગાફેલ રહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ હવે ભાનમાં આવ્યા છે. જેના કારણે હવે ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટિલે પીએમ મોદીના મહાઅભિયાન એવા કોરોના રસીકરણ માટે ચૂંટણીની જેમ પેજ પ્રમુખો સહિતના આગેવાનોને મેદાને ઉતાર્યા છે. તેની સાથે સાથે શહેરોમાં પણ ભાજપના કોર્પોરેટરો પણ રસીકરણ માટે લોકોને કેન્દ્ર પર લઈ જઈ રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વના સૌથી મોટા એવા કોરોના રસીકરણ અભિયાનને વેગીલું બનાવવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટિલે જણાવ્યુ હતું કે, ભાજપ દ્વારા ૪૫૦૦ થી વધુ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.