સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકામાં ગોંડલના કોલીથડ ગામમાં એક સ્કૂલની છત ધરાશાયી થઇ છે. આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી. બીજી તરફ દાળીયામાં ભૂકંપના કારણે મકાનની દીવાલોમાં તીરોડો પડી ગઈ હતી. સવારે ૭.૪૧ વાગ્યાની આસપાસ લગભગ ૩ થી ૪ સેકન્ડ સુધી ૪.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં ગોંડલના કોલીથડ ગામની જી.બી.કોટક હાઈસ્કૂલની છત ધરાશાયી થઈ હતી. સદનસીબે સ્કૂલ બંધ હોવાથી જાનહાની થઈ નથી. ભૂકંપનો આંચકો આવ્યો ત્યારે શાળાનો સ્ટાફ સ્કૂલમાં હાજર હતો. શાળાના સ્ટોર રૂમ તરીકે ઉપયોગ કરતા રૂમની છત પડી હતી. શાળામાં શિક્ષકો અને પ્રિન્સિપાલને ભૂકંપની ખબર પડતા તેઓ તાત્કાલિક બિલ્ડિંગ બહાર દોડી ગયા હતા.