વડોદરા, ફડચામાં ગયેલી એબીજી શિપયાર્ડ લિમિટેડની ટાંચમાં લેવામાં આવેલી સ્થાવર – જંગમ મિલકતોની આગામી તા.૧લી માર્ચના રોજ ઇ હરાજી કરવાની જાહેરાત ફડચા અધિકારી દ્વારા કરવામાં આવી છે. અંદાજે રૂા.૫૦૦ કરોડ ઉપરાંતની મિલકતોની ઇ હરાજી કરવામાં આવનાર છે.જે મગદલ્લા પોર્ટ તથા ભરૃચ જિલ્લામાં પણ આવેલી છે. જ્યારે પં.બંગાળના કલકત્તાના ડાયમંડ હાર્બર ખાતેની ખેતીની ૨૭ એકર જમીનની પણ ઇ હરાજી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ભરૃચ તા.ના ઉમરજની હદમાં ૭૬૦૦૦ માં ક્ષેત્રફળમાં એબીજી એન્ક્‌લેવમાં કેટલાક બંગલા તેમજ સ્ટાફ ક્વાર્ટરનુંની રિઝર્વ કિંમત રૃ.૧૪૦ કરોડ રાખવામાં આવી છે. ભરૃચ જિલ્લામાં જ વાગરા તાલુકાના અંભેટામાં ૧૦ હજાર ચો.મી.માં રેસિડેન્સલ હેતુસરની જમીન માટે રિઝર્વ પ્રાઇસ રૃ.૧.૫ કરોડ રાખવામાં આવી છે. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં આવેલ ગાવીયર ખાતેની ૬૦૦૦ ચોે.મી. લેબર કોલોનીની જમીનની રિઝર્વ પ્રાઇસ રૃ.૩.૫ કરોડ રાખવામાં આવી છે. મગદલ્લા પોર્ટ પાસે ગાવીયર ખાતેની ઇન્ડસ્ટ્રિયલ હેતુ તથા ઓફિસ માટેની ૨૦૭૦૦૦ ચોે.મી જમીનની રિઝર્વ પ્રાઇસ રૃ.૧૮૭ કરોડ રાખવામાં આવી છે. ગાવીયર ખાતે મગદલ્લા પોર્ટ પાસેની ઇન્ડસ્ટ્રિયલ હેતુની ૧૪૬૦૦૦ ચો.મી. કે જેમાં કેટલુંક બાંધકામ પણ થયું છે તેની રિઝર્વ પ્રાઇસ રૃ. ૧૨૯ કરોડ રાખવામાં આવી છે.મગદલ્લા પોર્ટ પાસેની જ બીજી ૬૧૦૦૦ ચોે.મી જમીન તથા ઓફિસ બિલ્ડિંગ સહિતના માળખાની રિઝર્વ પ્રાઇસ રૃ.૬૦ કરોડ રાખવામાં આવી છે.જ્યારે પં.બંગાળના ડાયમંડ હાર્બર ખાતે ખેતીની ૨૭ એકર જમીનની રિઝર્વ પ્રાઇસ રૃ.૪.૫ કરોડ રાખવામાં આવી છે. આગામી ૩ જી માર્ચના રોજ એબીજી શીપયાર્ડની હરાજી કરાશે.