દિલ્હી-

આ વર્ષે દિલ્હીમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના લગભગ 1000 કેસ નોંધાયા છે. તેમાંથી નવેમ્બર મહિનામાં જ 338 કેસ નોંધાયા છે. સરકારી આંકડા મુજબ ગયા વર્ષેની તુલનામાં આ વર્ષે ડેન્ગ્યુના કેસ ઓછા છે. શહેરમાં વેક્ટરજન્ય રોગોના ડેટા એકત્રિત કરવા માટેની નોડલ એજન્સી દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એસડીએમસી) અનુસાર, 5 ડિસેમ્બર સુધીમાં ડેન્ગ્યુના 992 કેસ નોંધાયા છે. તેમણે જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં 42 કેસ નોંધાયા છે.

આ વર્ષે હજી સુધી કોઈ આ રોગથી મૃત્યુ પામ્યું નથી. એસડીએમસીના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન શહેરમાં મેલેરિયાના 224 અને ચિકનગુનિયાના 106 કેસ નોંધાયા છે. તેમના મતે, 2019 માં 5 ડિસેમ્બર સુધી ડેન્ગ્યુના 1884 કેસ હતા.