અબુધાબીમાં આઇપીએલ ટી-૨૦ને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ત્રણ દિવસ બાદ આઇપીએલની શરૂઆત થઇ રહી છે.


૧૯ સપ્ટેમ્બરે ગત ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન અને ઉપવિજેતા ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે.ત્યારે અબુધાબીનું આ સ્ટેડિયમ રોશનીથી ઝગમગી ઉઠ્યુ છે.


ઉલ્લેખનીય છે કે કોરોનાની લઇને આ વખતે આઇપીએલની મેજબાની દુબઇ,અબુધાબી અને શારજહાં કરશે.બીસીસીઆઇના અધ્યક્ષ સૌરભ ગાંગુલી પણ સ્ટેડિયમની મુલાકાત લેવા પહોંચ્યા હતા.