અમદાવાદ, અમદાવાદ એસીબી ઘ્વારા લાંચિયા ઓફિસરોની ધરપકડ કરવામાં આવી છે જેમાં ફર્નિચરની આયાત કરતા વેપારીની ઇનપુટ ટેક્ષ ક્રેડિટની રકમ પરત કરવા માટે રૂપિયા દોઢ લાખની માંગણી કરી જીએસટીના જાેઈન્ટ કમિશનર નિયી સિંહ અનિલ ત્રિપાઠી અને તેમની સાથે કામ કરતા સુપ્રીડેન્ટન્ટ પ્રકાશ ભાઈ રસાણીયાની આજે એસીબીએ પોતાની ગિરફતમાં લીધા છે ફર્નિચરના વેપારી પાસે થી વ્યાજ અને પેનલ્ટી રકમથી બચવા માટે જાેઈન્ટ કમિશનર નીતિ સિંહ અનિલ ત્રિપાઠી અને સુપ્રીડેન્ટન્ટ એ રૂપિયા ૫ લાખની માંગણી કરી હતી જાેકે વેપારી સહમત ના થતા અને અધિકારીઓ પણ ટસના મસ ના થતા તેમને આખરે એક લાખ પચાસ હાજરમાં પતાવટ કરવાનું નક્કી કર્યું હતું જાેકે વેપારીને આ લાંચની રકમ મંજુર ના હોઈ તેને એસીબીનો સહારો લીધો હતો. લાંચની રૂપિયા દોઢ લાખની રકમ મંજુર થાય બાદ સેટેલાઇટ ના સીમાહોલ ની બાજુમાં આવેલી જીએસટી ડિવિઝન ૬ ની ઓફિસમાંઆ લાંચના રીપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

જાેકે વેપારીએ આ પહેલા જ એસીબીને જાણ કરી દીધી હતી.જાેકે બંને જાેઈન્ટ કમિશનરો એ આ રૂપિયા વેપારી આપે તે પહેલાં પોતે રસી લેવા ગયા હોવાનું બહાનું કર્યું હતું અને આ લાંચ ની રકમ સુપ્રીડેન્ટન્ટ પ્રકાશભાઈ રસાણીયાને આપવાનું કહ્યું હતું જાેકે પ્રકાશભાઈ આ લાંચ સ્વીકારે તે પહેલા જ એસીબી એ તેમને ઝડપી પડયા હતા અને વેપારીના રૂપિયા પણ રિકવર કરવામાં આવ્યા હતા જાેકે આ સમગ્ર કામ તો નીતુ સિંહ અને અનિલ ત્રિપાઠી ના કહેવાથી કર્યું હોવાથી તેમની પણ એસીબી ઘ્વારા ધરપકડ કરવામા આવી છે. જાેકે આ સમગ્ર ટ્રેપ એસીબીના આર.જી ચૌધરી અને મદદનીશ નિયામક કે.બી ચુડાસમા ની આગેવાની મા ગોઠવામાં આવી હતી. આવા અનેક લાંચિયા ઓફિસરોથી નાના અને મોટા વેપારીઓ હેરાન થાય છે.