લખનઉ-

લખનઉ આગ્રા એક્સપ્રેસ વે પર થયેલા દુ:ખદ અકસ્માતમાં બિહારનાં 5 કામદારોનાં મોત નીપજ્યાં હતાં અને આ અકસ્માતમાં 30 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યુ છે. તેમાંથી 18 લોકોને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.  

મળતી માહિતી મુજબ, એક ખાનગી ડબલ ડેકર બસ, જે પૂરી ભરેલી હતી, તે બિહારનાં દરભંગાનાં મસવાણીથી કામદારોને લઇને દિલ્હી જઇ રહી હતી. જે રસ્તામાં અકસ્માતનો શિકાર બની હતી. આપને જણાવી દઇએ કે લોકડાઉન દરમિયાનમાં જે કામદારો પોતાના ઘરે ગયેલા તેઓ ફરીથી મોટા શહેરોમાં પાછા ફર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કન્નૌજનાં સૌરાષ્ટ્ર પોલીસ સ્ટેશન વિસ્તારનાં લખનઉ આગ્રા એક્સપ્રેસ-વે કટ નજીક સવારે પાંચ વાગ્યે એક બસ અને એસયુવી કાર વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી , ત્યારબાદ બંને વાહનો ખાઇમાં પડી ગયા હતા. ઘટના સમયે અચાનક ટક્કર બાદ બસ પલટી ખાઈને  ભયંકર અકસ્માતમાં 5 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જોકે આ અકસ્માતમાં ઘાયલ લોકોને નજીકના સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.