વડોદરા

જૈન દર્શનમાં બે શાસ્વતી ઓળી આવે છે જેમાં એક ચૈત્ર માસમાં અને એક આસો માસમાં હોય છે. આ વિશે વલ્લભસૂરિ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આ ધર્મધુરંસુરિ મ.સા.એ જણાવ્યું હતું આ ઓળી તીર્થંકર ભગવંતો પણ કરતા હોય છે. આ ઓળી અનાદિ કાળથી લાખો-કરોડો વરસોથી ચાલતી આવી છે અને કરોડો વર્ષ અનંત કાળ સુધી થતી રહેશે. દરેક જૈને સાડા ચાર વર્ષ (નવ ઓળ) કરવી જાેઈએ જેમાં કુલ ૮૧ આયંબિલ આવે.

આ ધર્મધુરંધરસૂરિ મ.સા.એ વધુમાં જણાવ્યું કે આ ઓળીમાં નવપદની આરાધના કરવામાં આવે છે. જે આ ઓળી આસો સુદ સાતમથી પૂનમ સુધી ચાલશે. આ આરાધના તું વર્તમાન સમયમાં ખૂબ મહત્ત્વ છે. કારણ કે, અત્યારે કોરોનાને હરાવવાની તાકાત આ નવપદજીની ઓળીમાં છે જેના માટે બધાને નવપદની આરાધના કરવા આહ્‌વાન કર્યું હતું.

વધુમાં આયંબિલની ઓળી અંગે જૈન અગ્રણ દીપક શાહે જણાવ્યું હતું કે, ચાલુ વરસે કોરોનાના કારણે ઘણાં જૈન સંઘોમાં લાભાર્થી પરિવાર દ્વારા આયંબિલ ઘરે કરી શકાયતે માટે કિટ બનાવી જૈન સંઘોમાંથી વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે નાના સંઘોમાં જ્યાં સરકારની ગાઈડલાઈન મુજબ નિશ્ચિત અંતર રાખી સોશિયલ ડિસ્ટન્સિંગ કરી સંઘમાં આયંબિલ કરાવાની વ્યવસ્થા કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ હાઈકોર્ટે પણ જૈની આ અતિપવિત્ર ઓળી સંઘમાં કરવા માટે પરવાનગી આપવાનો હુકમ કર્યો છે.