બાયડ : બાયડના કોંગ્રેસના ધારાસભ્ય તેમના મત વિસ્તારમાં વિકાસના કામો પ્રભારી મંત્રીના ઈશારે અમલદારો પ્રજાહિતના મંજૂર કરાયેલ કામો રાતોરાત બદલી માત્ર હિત ધરાવતા કામો જ યાદીમાં સામેલ કરવામાં આવતા હોવાનો અને વહીવટી તંત્ર દ્વારા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે જીલ્લા કલેકટર ઓફિસમાં નીચે બેસી જઈ અને કલેક્ટર કચેરી પરિસરમાં શર્ટ કાઢી ઉગ્ર વિરોધ નોંધવી રામધૂન બોલવી હતી અને બીજા દિવસે ચાર રસ્તા પર ધરણા અને સૂત્રોચ્ચાર કરી જીલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રના અધિકારીઓ કોંગ્રેસના ધારાસભ્યો સામે અને તેમના મત વિસ્તારમાં વિકાસના કામોમાં મનસ્વી વર્તન કરતા હોવાના આક્ષેપ કર્યો હતો અને જીવને જોખમ સર્જાયુ હોવાનો પત્ર લખતા જ સ્થાનિક રાજકીય મામલો ગરમાયો છે ત્યારે માલપુર તાલુકા ભાજપ અને કેટલાક સરપંચોએ ધારાસભ્ય જશુ પટેલ સસ્તી પ્રસિદ્ધિ માટે સ્ટંટ કરતા હોવાનો આક્ષેપ કરી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપતા જીલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે ભાજપ-કોંગ્રેસના રાજકારણમાં વહીવટી તંત્ર પીસાઈ રહ્યું છે.