વડોદરા, તા.૭

કોંગ્રેસ સાથે છૂટાછેડા લઈને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પોતાના વિધાનસભા મતવિસ્તારમાં મિટિંગોનો દોર શરૂ કર્યો છે. શનિવારે નારેશ્વર ખાતે મિટિંગ યોજ્યા બાદ રવિવારે એટલે કે આજે કરજણના ખાનગી ફાર્મહાઉસમાં મિટિંગ યોજી હતી. આજની મિટિંગમાં જિલ્લા કોંગ્રેસ હોદ્દેદારો અને કરજણ તાલુકા સરપંચ સંઘ પ્રમુખ ભૌમિક પટેલ સહિત ભાજપા-કોંગ્રેસના હોદ્દેદારો-કાર્યકરો હાજર રહીને અક્ષય પટેલને પ્રજાવત્સલ બતાવી ફૂલહાર કરી મોઢું મીઠું કરાવ્યું હતું. આ મિટિંગમાં વરરાજા અક્ષય પટેલના અનવર તરીકે કંડારીના સરપંચ વિપુલ પટેલ, ઓસલામના વિશાલ, કોલિયાદના જગદીશ પટેલ બન્યા હતા. 

કોંગ્રેસ સાથે છેડો ફાડયા બાદ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે કરજણ વિધાનસભા મતવિસ્તારમાં મિટિંગોનો દોર શરૂ કર્યો છે. અને ગતરોજ નારેશ્વર ખાતે મિટિંગ યોજ્યા બાદ આજે કરજણ ખાતે ભરતસિંહ અટાલિયાના ખાનગી ફાર્મહાઉસમાં સરપંચો, કાર્યકરો - હોદ્દેદારોની હાજરીમાં મિટિંગ યોજી હતી. 

આજની મિટિંગમાં જિલ્લા કોંગ્રેસ હોદ્દેદાર અને કરજણ તાલુકા સરપંચ સંઘ પ્રમુખ ભૌતિક પટેલ (કુરાલી), કોંગ્રસ તરફી કેટલાક સરપંચો-કાર્યકરો-હોદ્દેદારો સહિત ખાસ ઉપÂસ્થત રહ્યા હતા તેમજ અક્ષય પટેલ વરરાજાના અનવર બનેલા કંડારીના સરપંચ વિપુલ પટેલ, ઓસલામના વિશાલ, કોલિયાદના જગદીશ પટેલ કરજણ તાલુકાની એક મહિલા હોદ્‌ેદાર સહિત કોંગ્રેસ કાર્યકરો અને ભાજપાના માજી ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળિયા)થી નારાજ એવા ભાજપાના હોદ્દેદારો-કાર્યકરો હાજર રહ્યા હતા અને અક્ષય પટેલને પ્રજાવત્સલ જણાવીને ફૂલહાર કરી મોઢું મીઠું કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપાએ કોંગ્રેસના ધારાસભ્યોની તોડજાડ શરૂ કરી છે જેમાં અક્ષય પટેલને ભાજપાએ ખેરવી-ખરીદી લઈને કોંગ્રેસમાંથી રાજીનામું અપાવ્યું છે, પરંતુ કોંગ્રેસ સાથે છેડો ફાડયા બાદ અક્ષય પટેલે સુફિયાણી વાતો કરીને પોતે કોઈ જ પક્ષમાં જાડાયો નથી તેમ જણાવ્યું હતું. જ્યારે બીજી તરફ ભાજપાના જ હોદ્દદારો-કાર્યકરો દ્વારા મિટિંગોનો દોર શરૂ કર્યો છે, જેથી જિલ્લાના રાજકારણમાં અક્ષય પટેલની કહની અને કરનીના અલગ અલગ ખેલ જાનારાઓએ અક્ષય પટેલ ભાજપામાં જાડાયા છે અને ભાજપાએ કરોડો રૂપિયામાં અક્ષય પટેલને ખરીદી લઈને પેટાચૂંટણીમાં ભાજપા પક્ષની ટિકિટનું વચન આપ્યું હોવાનું ચર્ચાય છે, માટે જ અક્ષય પટેલે પોતાની તાકાત બતાવવા મિટિંગોનો દોર શરૂ કરીને જિલ્લાના સભ્યો, તાલુકાના સભ્યો અને પંચાયતના સરપંચોને પોતાની સાથે ભાજપામાં ખેંચી લાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા હોવાનું ચોરેને ચૌટે ચર્ચાઈ રહ્યું છે. 

જિલ્લા પંચાયતના સભ્યો અળગા રહ્યા 

કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપામાં સરકી ગયેલા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલને જિલ્લા પંચાયતના સભ્યોનો ટેકો મળશે તેવી આશા હતી પરંતુ હજુ સુધી કોઈ જ ટેકો મળેલો નથી. ત્યારે કોંગ્રેસથી નારાજ અને પ્રમુખ પન્નાબેન ભટ્ટને ઊથલાવવામાં સક્રિય હતા તેવા જિલ્લા સદસ્યો અનગઢ દામાપુરાના વશરામ રબારી, રણોલીના નરેન્દ્ર રોહિત, ચોકારીના નટવરસિંહ પઢિયાર, ઉપપ્રમુખ મુબારક પટેલ અને પાદરાના ધારાસભ્યના ચુસ્ત ટેકેદાર અર્જુનસિંહને જિલ્લાની ગ્રાન્ટમાંથી બાકાત રખાયા હતા અને હજુ એક ગ્રાન્ટ લેવાની બાકી હોવાથી અક્ષય પટેલની સાથે જવા તૈયાર નથી તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીને માત્ર આઠ મહિના જ બાકી હોવાથી આ કોંગ્રેસના નારાજ સભ્યો પોતાની રાજકીય કારકિર્દી બગાડવા માગતા નહીં હોવાનું જાણવા મળ્યું છે. આ પૈકી જિલ્લા સદસ્ય અર્જુનસિંહ પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારના ખાસ હોવાથી અક્ષય પટેલ સાથે જવા તૈયાર નહીં હોવાનું જાણવા મળ્યું છે.